ધનુ 2025 રાશિફળ માં જાણો તમારું ભવિષ્ય અને આ રાશિના લોકોના હાલ

Author: Vijay Pathak | Last Updated: Fri 2 Aug 2024 4:50:40 PM

એસ્ટ્રોકૅમ્પ દ્વારા રજુ કરવામાં આવેલું ધનુ 2025 રાશિફળ (Dhanu 2025 Rashifad)લેખ માં તમને એ જાણવા મળશે કે વર્ષ 2025 દરમિયાન ધનુ રાશિના લોકોના જીવનમાં ક્યાં પ્રકારના બદલાવ આવવાના છે અને એની સાથે જોડાયેલી બધીજ સટીક ભવિષ્યવાણી તમને વાંચવાથી મળશે.આ રાશિફળ 2025 પુરી રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત છે અને અનુભવી જ્યોતિષ દ્વારા ગ્રહ અને નક્ષત્રો ની ચાલ,ગ્રહોનો ગોચર,વગેરે ની ગણતરી કરીને તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી ધનુ રાશિના લોકોને પોતાના વિશે પુરી જાણકારી મળશે.ચાલો જાણીએ કે વર્ષ 2025 માં ધનુ રાશિના લોકોના જીવનમાં અલગ અલગ જગ્યા એ ક્યાં પ્રકારના પરિણામ જોવા મળશે.


દુનિયાભર ના વિદ્વાન જ્યોતિષ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

તમારા જીવનમાં વર્ષ 2025 દરમિયાન ક્યારે-ક્યારે શું-શું થવાનું છે અને જીવનમાં ક્યાં-ક્યાં ક્ષેત્ર અનુકુળ પરિણામ આપશે અને ક્યાં તમારે ચુનોતીઓ નો સામનો કરવો પડશે,આ બધીજ વાતો ને જાણવા માટે આગળ વધીએ અને વિસ્તાર થી જાણી લઈએ કે ધનુ રાશિફળ (Dhanu 2025 Rashifad) મુજબ આ વર્ષ ધનુ રાશિના લોકો માટે કેવું સાબિત થશે.

Click here to read in English: Sagittarius 2025 Horoscope

આર્થિક જીવન 

આ વર્ષે ધનુ 2025 રાશિફળ તમારા માટે આર્થિક રૂપથી એ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે આ વર્ષ તમારા માટે અનુકુળ રેહવાની પ્રબળ સંભાવના દેખાઈ રહી છે.વર્ષ ની શુરુઆત થોડી કમજોર જરૂર રહેશે કારણકે વર્ષ ની શુરુઆત માં મંગળ મહારાજ અષ્ટમ ભાવમાં,ગુરુ મહારાજ છથા ભાવમાં અને બુધ મહારાજ દ્રાદશ ભાવમાં હશે,જે તમારા ખર્ચા વધારશે અને તમારી આર્થિક સ્થિતિ ઉપર દબાણ નાખશે પરંતુ માર્ચ ના મહિના સુધી શનિ મહારાજ ત્રીજા ભાવમાં બિરાજમાન રહેશે અને એમની દસમી દ્રષ્ટિ તમારા દ્રાદશ ભાવ ઉપર હોવાથી ખર્ચા ઓછા થશે.દેવગુરુ ગુરુ મે મહિનામાં તમારા સાતમા ભાવમાં આવી જશે અને મે થી લઈને ઓક્ટોમ્બર મહિના સુધી તમારા એકાદશ ભાવ પર પણ અને તમારી રાશિ ઉપર પ્રભાવ નાખશે જેનાથી તમારી આર્થિક આવડત વધશે અને તમારી આવક માં વધારો થશે.તમે આર્થિક રૂપથી સમૃદ્ધ હસો.મંગળ મહારાજ પણ વર્ષ ની વચ્ચે તમને સારા પરિણામ આપવાનું ચાલુ કરી દેશે અને મે ના મહિના થી રાહુ તમારા ત્રીજા ભાવમાં આવી જશે અને કેતુ નવમા ભાવમાં આવશે જેનાથી યાત્રાઓ ઉપર તો પૈસા ખર્ચ થશેજ પરંતુ તમારી આર્થિક સ્થિતિ નિયંત્રણ માં રહેશે.ઓક્ટોમ્બર થી ડિસેમ્બર ની વચ્ચે થોડી ચુનોતીઓ રહી શકે છે.એના પછીનો સમય એટલે ડિસેમ્બર મહિનો પણ આર્થિક રૂપથી મજબુતી લઈને આવશે.

हिंदी में यहां पढ़ें- धनु 2025 राशिफल

આરોગ્ય

આ વર્ષે ધનુ 2025 રાશિફળ (Dhanu 2025 Rashifad) મુજબ આ વર્ષ આરોગ્યના દ્રષ્ટિકોણ થી ઉતાર-ચડાવ થી ભરેલું રહેવાનું છે.વર્ષ ની શુરુઆત માં રાશિ સ્વામી દેવગુરુ ગુરુ છથા ભાવમાં બિરાજમાન રહેશે.આ તમારા માટે અનુકુળ સ્થિતિ નથી.આના સિવાય મંગળ મહારાજ પણ પોતાની નીચ રાશિ કર્ક માં અષ્ટમ ભાવમાં વર્ષ ની શુરુઆત માં રહેશે જેનાથી કોઈપણ પ્રકારનું વાગવું,એક્સીડેન્ટ કે દુર્ઘટના થવાની સંભવના બની રહી છે.રાહુ અને કેતુ કામશ:ચોથા અને દસમા ભાવમાં રહેશે.આ બધીજ ગ્રહ સ્થિતિઓ તમારા આરોગ્યને લગાતાર પીડિત કરતી રહેશે એટલા માટે તમારે તમારા આરોગ્ય પ્રત્ય સાવધાની રાખવી અપેક્ષિત થશે,નહીતો તમને પેટ સાથે જોડાયેલા રોગ,આંત સમસ્યા,પાચન શક્તિ અને એસીડીટી જેવી સમસ્યા પરેશાન કરી શકે છે.મે ના મહિનામાં જયારે રાશિ સ્વામી ગુરુ મહારાજ સાતમા ભાવમાં આવીને રાશિને પુરી રીતે સાતમી નજર થી જોશે તો એનાથી તમારી બધીજ બીમારીઓ ઓછી થશે અને ચાલી આવી રહેલી જુની સમસ્યાઓ માં પણ કમી આવશે.

રાજયોગ રિપોર્ટ: જાણો સંપત્તિ અને સમૃદ્ધિ તમને ક્યારે આશીર્વાદ આપશે!

કારકિર્દી

ધનુ રાશિફળ મુજબ જો તમારી કારકિર્દી ની વાત કરીએ તો નોકરી કરતા લોકોને વર્ષ ની શુરુઆત માં થોડી ચુનોતીઓ નો સામનો કરવો પડશે.દસમા ભાવ નો સ્વામી બુધ મહારાજ દર્દાષ ભાવમાં રહેશે જે એ વાત કહે છે કે તમને કામકાજ માટે બહુ ભાગદોડ કરવી પડશે અને કેતુ મહારાજ ના દસમા ભાવમાં હોવાથી કાર્યક્ષેત્ર માં તમારું મન ઓંછુંજ લાગશે જેનાથી કામમાં ગડબડી થવાની આશંકા બની રહી છે.તમારે તમારા કામમાં પુરુ ધ્યાન આપવું જોઈએ.વર્ષ ની વચ્ચે સ્થિતિ માં બદલાવ આવશે,જયારે શનિ મહારાજ ચોથા ભાવમાં બેસીને દસમા ભાવ ઉપર નજર નાખશે અને તમારી પાસે મેહનત કરાવશે.વેપાર કરવાવાળા લોકો પાસે પણ વર્ષ ની શુરુઆત કમજોર રેહવાની છે પરંતુ વિદેશી સંપર્ક થી તમારા વેપારમાં તમને સફળતા મળી શકે છે.મે ના મહિના થી જયારે ગુરુ મહારાજ ઓક્ટોમ્બર સુધી તમારા સાતમા ભાવમાં રહેશે તો ત્યારે તમારી વેવસાયિક ગતિવિધિઓ માં વધારો કરશે.ત્યારે તમારા વેપારમાં લાભ થશે અને લાભ પ્રાપ્તિ નો યોગ બનશે.તમને કોઈ અનુભવી વ્યક્તિનો સહયોગ મળશે જેનાથી તમને વેપારમાં બહુ ઉન્નતિ થશે.

શિક્ષણ

ધનુ રાશિના વિદ્યાર્થી વર્ગ ની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત થોડી કઠિન રહેશે.પાંચમા ભાવ નો સ્વામી મંગળ મહારાજ અષ્ટમ ભાવમાં નીચ રાશિનો થઈને બેસે છે જેનાથી શિક્ષણ માં બાધા આવશે અને આરોગ્ય પરેશાન રહેશે.ધનુ 2025 રાશિફળ (Dhanu 2025 Rashifad) મુજબ વર્ષ નો ઉત્તરાધ તમારી શિક્ષા માટે અનુકુળ રેહવાની સંભાવના દેખાઈ રહી છે.પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એપ્રિલ થી ઓગષ્ટ ની વચ્ચે નો સમય વધારે લાભકારક રહી શકે છે.આ દરમિયાન તમારું કોઈ જગ્યા એ સિલેકશન થઇ શકે છે.ઉચ્ચ શિક્ષા મેળવી રહેલા વિદ્યાર્થીઓ ને વર્ષ ની શુરુઆત માં અને વર્ષ ની વચ્ચે સારા પરિણામ મળવાની ખાસ સંભાવના બની રહી છે અને તમને મનપસંદ વિષય ભણવાનો મોકો મળશે.જો તમે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગો છો તો એના માટે વર્ષ ની વચ્ચે તમારે થોડી રાહ જોવી પડી શકે છે પરંતુ આ વર્ષે શિક્ષા માં તમારી સ્થિતિ મજબુત હશે અને તમે કઠિન મેહનત કરશો.

પારિવારિક જીવન 

ધનુ રાશિફળ મુજબ વર્ષ 2025 તમારા પારિવારિક જીવન માટે મિશ્રણ પરિણામ લઈને આવશે.વર્ષ ની શુરુઆત માં ચોથા ભાવમાં રાહુ અને દસમા ભાવમાં કેતુ પારિવારિક જીવનમાં ઉતાર-ચડાવ બનાવી રાખશે.ચોથા ભાવ નો સ્વામી ગુરુ મહારાજ ના છથા ભાવમાં હોવાથી એ જણાવે છે કે વર્ષ ની શુરુઆત માં માતાજી ને થોડી આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે એટલે તમારે એમના આરોગ્ય પ્રત્ય સાવધાન રેહવું જરૂરી રહેશે.વર્ષ ની વચ્ચે રાહુ મહારાજ ત્રીજા ભાવમાં જાવશે અને કેતુ મહારાજ નવમા ભાવમાં આવશે છતાં શનિ મહારાજ માર્ચ ના અંત સુધી ચોથા ભાવમાં આવીને દસમા ભાવને જોશે જેનાથી પારિવારિક જીવનમાં થોડી સમસ્યાઓ માં કમી આવશે પરંતુ માતા-પિતા ના આરોગ્ય પર તમારે ધ્યાન આપવું પડશે.ભાઈ-બહેન થી સબંધ મજબુત થશે તો પણ એમને સમસ્યા થઇ શકે છે અને એમની મદદ કરવા માટે તૈયાર રેહવું પડશે.એમતો આ વર્ષ તમને ભાઈ-બહેનો પાસેથી સુખ મળશે અને તમારો એમની સાથે સ્નેહ પણ વધશે.

લગ્ન જીવન 

આ વર્ષે ધનુ 2025 રાશિફળ (Dhanu 2025 Rashifad) મુજબ જો શાદીશુદા લોકોની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત માં થોડી કમજોર રહેશે.સુર્ય મહારાજ તમારી રાશિમાં બેસીને સાતમા ભાવ ઉપર પુરી નજર નાખશે.ત્યાં સાતમા ભાવમાં સ્વામી બુધ મહારાજ દ્રાદશ ભાવમાં હશે અને મંગળ મહારાજ નીચ રાશિનો થઈને અષ્ટમ ભાવમાં હશે જેનાથી આ સમય લગ્ન સબંધો માટે અનુકુળ નથી કહેવામાંઆવતો.આ દરમિયાન તમારી બંને ની વચ્ચે લગ્નની જટિલતાઓ વધશે.અંદર અંદર વિચારો માં મતભેદ થશે.લડાઈ-ઝગડા થઇ શકે છે અને જીવનસાથી ને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે પરંતુ જેમ મે ના મહિનામાં દેવગુરુ ગુરુ સાતમા ભાવમાં પ્રવેશ કરશે અને ત્યાં સુધી બુધ મહારાજ અને મંગળ મહારાજ જી પોતાના પોતાના ભાવ માંથી નીકળી ચુક્યા હશે,ત્યારે આ પરિસ્થિતિઓ માં ધીરે ધીરે કમી આવવા લાગશે.તમને જીવનસાથી નો સહયોગ મળશે.એ લોકો બીજા કામોમાં તમારી મદદ કરશે અને તમારી સાથે સારા સબંધ જોવા મળશે.તમને મહેસુસ થશે કે તમારા જીવનસાથી તમારા માટે ખરેખર ખાસ છે.એમની સાથે સારી યાત્રાઓ કરવી અને ધાર્મિક સ્થળો પર જવાનો મોકો મળશે જેનાથી તમારો સબંધ પરિપક્વ થશે.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

પ્રેમ જીવન 

આ વર્ષે ધનુ 2025 રાશિફળ ભવિષ્યવાણી કરે છે કે તમારા પ્રેમ સબંધો માટે વર્ષ ની શુરુઆત બહુ કમજોર રેહવાની આશંકા છે.પાંચમા ભાવનો સ્વામી મંગળ મહારાજ વર્ષ ની શુરુઆત માં પોતાની નીચ રાશિ કર્ક માં અષ્ટમ ભાવમાં હશે અને પાંચમા ભાવમાં શનિ મહારાજ ની ત્રીજી નજર હશે જે કોઈપણ રીતે સારી નથી માનવામાં આવતી.આ સમય બહુ મુશ્કિલ થી પોતાના સબંધ ને સંભાળવાનો હશે કારણકે જો આ દરમિયાન પોતાના સબંધ ને નહિ સંભાળી શકો તો પછી સબંધ ફરીથી તુટી શકે છે.પરંતુ જાન્યુઆરી થી ત્રીજા અઠવાડિયા થી એપ્રિલ ની વચ્ચે મંગળ મહારાજ વક્રી અવસ્થા માં સાતમા ભાવમાં આવશે જે એ દાર્શવે છે તમે તમારા જીવનસાથી સાથે પ્રેમ લગ્ન ની વાતચીત કરી શકો છો અને એમાં તમને સફળતા પણ મળી શકે છે.એના પછી એપ્રિલ થી જુન વચ્ચે નો સમય કઠિન રેહવાની સંભાવના છે.પરંતુ એના પછી પરિસ્થિતિઓ બદલશે અને તમે તમારા સબંધ માં થોડા સારા સમય ને મહેસુસ કરશો,ત્યારે તમારે એક સાવધાની રાખવી જોઈએ અને તમારા સબંધ ને બચાવા ની દરેક કોશિશ કરવી જોઈએ. 

ઉપાય

  • તમારે ગુરુવાર ના દિવસે પોતાના માથા ઉપર હળદર કે કેસર નો ચાંદલો કરવો જોઈએ.
  • રવિવાર ના દિવસે તાંબા ના લોટા માં પીળા કલર બા ભાત ભેળવીને સુર્ય દેવ ને અર્ધ્ય આપવું જોઈએ.
  • મંગળવાર ના દિવસે શ્રી હનુમાન ચાલિસા કે બજરંગબાણ નો પાઠ કરો.
  • દરરોજ ભગવાન શ્રી હરિ વિષ્ણુજી ની ઉપાસના કરવી પણ તમારા માટે લાભદાયક રહેશે.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહો. આભાર !

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો 

1. 2025 માં ધનુ રાશિના લોકોના નસીબ માં શું છે?

વર્ષ 2025 માં ધનુ રાશિના લોકોના જીવનમાં અલગ અલગ મોર્ચે મિશ્રણ પરિણામ મળશે. 

2. ધનુ રાશિફળ મુજબ આ રાશિના લોકોને સફળતા ક્યારે મળશે?

મે મહિનાથી જયારે ગુરુ મહારાજ ઓક્ટોમ્બર સુધી તમારા સાતમા ભાવમાં રહેશે ત્યારે ધનુ રાશિના લોકોને કામમાં સફળતા મળશે. 

3. 2025 માં ધનુ રાશિના લોકોનું આરોગ્ય કેવું રહેશે?

વર્ષ 2025 માં ધનુ રાશિના લોકોને આરોગ્ય મોર્ચે ઉતાર-ચડાવ નો સામનો કરવો પડશે.આ વર્ષે તમને વાગવાનો અને એક્સીડેન્ટ નો ડર પણ રહેશે. 

More from the section: Horoscope