Author: Vijay Pathak | Last Updated: Mon 12 Aug 2024 2:18:09 PM
એસ્ટ્રોકૅમ્પ દ્વારા રજુ કરવામાં આવેલા કુંભ 2025 રાશિફળ (Kumbh 2025 Rashifad) લેખમાં વર્ષ 2025 દરમિયાન કુંભ રાશિના લોકોના જીવનમાં આવનારા બદલાવ વિશે બધીજ સટીક ભવિષ્યવાણી વાંચવા મળી શકે છે.અહીંયા રાશિફળ 2025 પુરી રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત છે અને અમારા પ્રખ્યાત જ્યોતિષ દ્વારા ગ્રહ નક્ષત્ર ની ચાલ,ગ્રહો નો ગોચર,વગેરે ના આધારે ગણતરી કરીને તૈયાર કરવામાં આવ્યું છે.ચાલો જાણીએ કે વર્ષ 2025 માં કુંભ રાશિના લોકોના જીવનમાં અલગ અલગ જગ્યા એ કેવા પરિણામ મળી શકે છે.
દુનિયાભર ના વિદ્વાન જ્યોતિષ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
આ વર્ષે કુંભ રાશિના લોકોના જીવનમાં ઘણા પ્રકારના બદલાવ ક્યાં રૂપમાં લઈને આવશે,નિજી જીવનમાં કેવા પરિણામ મળશે અને વેવસાયિક જીવન કેવું ચાલશે,આ બધીજ વાતો સાથે સબંધિત જાણકારી મેળવા માટે ચાલો હવે વિસ્તાર થી કુંભ રાશિફળ મુજબ આ વર્ષે કુંભ રાશિના લોકો માટે કેવા બદલાવ લઈને આવી રહ્યું છે.
Click here to read in English: Aquarius 2025 Horoscope
આ વર્ષે કુંભ 2025 રાશિફળ (Kumbh 2025 Rashifad) તમારી આર્થિક સ્થિતિ માટે એ ભવિષ્યવાણી કરે છે કે આ વર્ષ તમારા માટે આર્થિક રીતે વર્ષ ની શુરુઆત માં ઉતાર-ચડાવ ભરેલું રહેશે.જ્યાં 11 ભાવમાં સુર્ય મહારાજ આર્થિક સ્થિતિ ને મજબુત કરશે અને તમારી આવક માં વધારો કરશે તો બીજા ભાવમાં રાહુ અને છથા ભાવમાં મંગળ મહારાજ તમારી આર્થિક સ્થિતિ ને કમજોર કરી શકે છે અને તમારા ખર્ચા માં વધારો કરીને તમને પૈસા ભેગા કરવામાં પરેશાની આવી શકે છે પરંતુ માર્ચ માં છેલ્લે સુધી શનિ મહારાજ તમારા બીજા ભાવમાં આવી જશે જેનાથી વિદેશી માધ્યમ થી પણ પૈસા ની પ્રાપ્તિ થશે અને લાંબાગાળા ના રોકાણ થી પણ તમને પૈસા મળવાના યોગ બની રહ્યા છે.રાહુ મહારાજ તમારીજ રાશિ માં મે મહિનામાં છેલ્લે સુધી દેવગુરુ ગુરુ પણ મે મહિનાની વચ્ચે તમારા પાંચમા ભાવમાં આવીને એકાદશ ભાવને પુરી નજર થી જોશે.આનાથી તમારી આર્થિક સ્થિતિ માં વધારો થશે અને પૈસા પ્રાપ્તિ ના સારા યોગ બનશે.નોકરી કરતા લોકોને કઠોર મેહનત પછી આર્થિક લાભ થવાની સંભાવના રહેશે.જો તમે શેર બાઝાર માં પૈસા લગાડવા માંગો છો તો એના માટે સાવધાન થઈને આ કામ કરવું પડશે.
हिंदी में यहां पढ़ें - कुंभ 2025 राशिफल
કુંભ રાશિફળ મુજબ આ વર્ષ આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી મિશ્રણ પરિણામ લઈને આવશે.રાશિ સ્વામી શનિ મહારાજ વર્ષ ની શુરુઆત માં તમારીજ રાશિમાં રહેશે તો આરોગ્ય ને સારું બનાવી રાખવામાં મદદ મળશે પરંતુ આઠમા ભાવમાં કેતુ અને છથા ભાવમાં મંગળ મહારાજ છતાં બીજા ભાવમાં રાહુ મહારાજ ની હાજરી આરોગ્ય સમસ્યા ને હંમેશા બનાવી રાખવાની કોશિશ કરતા રહો જેનાથી તમે કોઈના કોઈ સમસ્યા માં હંમેશા રેહશો.વર્ષ ની વચ્ચે સ્થિતિઓ માં બદલાવ આવશે કારણકે ત્યાં સુધી શનિ મહારાજ બીજા ભાવમાં,રાહુ મહારાજ તમારી રાશિમાં આવી ગયા હશે અને ગુરુ મહારાજ પાંચમા ભાવમાં જઈ ચુક્યા હશે.ગુરુ મહારાજ ની નજર તમારી રાશિ ઉપર હશે જેનાથી અમુક હદ સુધી આરોગ્ય સમસ્યા માં કમી આવશે પરંતુ તમારે નિરંતર તમારા સકારાત્મક વિચાર ની સાથે પોતાના આરોગ્ય ને સમય આપવો પડશે ત્યારેજ તમે તંદુરસ્ત રહી શકો છો.તમારી થોડી નવી આદતો ને અપનાવી પડશે અને ખાવા-પીવા ની આદતો માં સુધારો લાવાવની જરૂરત પડશે.
રાજયોગ રિપોર્ટ: જાણો સંપત્તિ અને સમૃદ્ધિ તમને ક્યારે આશીર્વાદ આપશે!
આ વર્ષે કુંભ 2025 રાશિફળ (Kumbh 2025 Rashifad) મુજબ તમારી કારકિર્દી માટે આ વર્ષ ઘણી હદ સુધી અનુકુળ રેહવાની સંભાવના છે.નોકરી કરતા લોકોને વર્ષ ની શુરુઆત માં સારા પરિણામ મળશે.તમે તમારી મેહનત થી તમારા વિરોધીઓ ને હરાવી દેશો,એમની ઉપર વિજય મેળવશો અને તમારી ઈચ્છા સફળ થશે.તમે તમારા કાર્યક્ષેત્ર માં સારી છાપ બનાવા માં સફળ થશો કારણકે તમે બહુ મેહનત કરશો તમારી મેહનત થી તમને સારા પરિણામ મળશે.વર્ષ ની શુરુઆત માં સુર્ય મહારાજ ની કૃપાથી તમારા વરિષ્ઠ અધિકારી પણ તમારાથી ખુશ રહેશે.સરકારી દફતર માં કામ કરતા લોકોને ખાસ લાભ મળી શકે છે.વેપાર કરતા લોકો માટે વર્ષ ની શુરુઆત અનુકુળ રહેશે.વેવસાય ના માધ્યમ થી સારો પૈસા નો લાભ થઇ શકે છે.વેવસાય માં ઉન્નતિ થશે.વર્ષ ની શુરુઆત થોડી ધીમી જરૂર રહેશે પરંતુ વર્ષ ની વચ્ચે થી વેપારમાં તેજી આવવાના યોગ બનશે પરંતુ વેવસાયિક ભાગીદાર સાથે તમારે તમારા વેવહાર ને સુધારવો પડશે,ત્યારે તમને વેવસાયિક સફળતા મળશે.તમારા માટે જુલાઈ થી નવેમ્બર વચ્ચે નો સમય ખાસ રૂપે મહત્વપુર્ણ રહેશે.
કુંભ રાશિના વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ ઉતાર-ચડાવ થી ભરેલું રહેવાનું છે પરંતુ વર્ષ ના ઉત્તરાધ માં અપેક્ષાકૃત અનુકુળ રહેશે.વર્ષ ની શુરુઆત માં તમારી એકાગ્રતા માં કમી આવશે.તમારે વારંવાર અભ્યાસ માં ધ્યાન આપવું પડશે જેનાથી તમને સમસ્યા પણ થશે અને આશા મુજબ પરિણામ નહિ મળવાથી મનમાં નિરાશા પણ રહી શકે છે પરંતુ કુંભ રાશિફળ મુજબ જયારે મે મહિનાની વચ્ચે થી ગુરુ મહારાજ તમારા પાંચમા ભાવમાં આવી જશે અને ત્યાંથી તમારા નવમા ભાવમાં જોશે તો તમને શિક્ષણ માં મનપસંદ પરિણામ મળશે.તમે સારું પ્રદશન કરવામાં સફળ રેહશો જેનાથી અભ્યાસ માં સારા પરિણામ તો મળશેજ,સાથે સાથે ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થી માટે આ સમય બહુ સારો રહેશે અને એમને મનપસંદ વિષય નો અભ્યાસ કરવાનો મોકો મળશે છતાં મનપસંદ વિધાલય માં એડમિસન મળી શકે છે.પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા લોકો માટે આ વર્ષ નો પૂર્વાધ વધારે અનુકુળ રહેશે.આ દરમિયાન તમને સફળતા મળવાનો પ્રબળ યોગ બનશે.જો તમે વિદેશ માં જઈને અભ્યાસ કરવા માંગો છો તો એના માટે તમારે અત્યારે રાહ જોવી પડી શકે છે.
આ વર્ષે કુંભ 2025 રાશિફળ (Kumbh 2025 Rashifad) મુજબ વર્ષ 2025 ની શુરુઆત તમારા પારિવારિક જીવન માટે અનુકુળ રહેશે.ચોથા ભાવમાં ગુરુ મહારાજ અને દસમા ભાવમાં બુધ મહારાજ વર્ષ ની શુરુઆત માં હાજર રહીને પારિવારિક ગતિવિધિઓ ને અનુકુળ બનાવશે.પરિવારના લોકોમાં આપસી શાંતિ જોવા મળશે.પરિવારમાં વડીલો નો આદર થશે,નાના સાથે પ્રેમ અને સ્નેહ ની વાત થશે અને એમનું ધ્યાન રાખવામાં આવશે જેનાથી પરિવારનો માહોલ બહુ સારો રહેશે.બીજા ભાવમાં રાહુ મહારાજ ની હાજરી વર્ષ ની શુરુઆત માં થવાથી ક્યારેક-ક્યારેક ઉતાર-ચડાવ ની સ્થિતિ આવશે પરંતુ ધીરે ધીરે તમે સંભાળી લેશો.માર્ચ ના મહિનામાં શનિ મહારાજ બીજા ભાવમાં આવીને પરિવારના વિષય માં લડાઈ-ઝગડા નું કારણ બનશે કારણકે ત્યાં સુધી રાહુ મહારાજ પણ ત્યાંજ બિરાજમાન રહેશે.એના પછી ધીરે ધીરે રાહુ મહારાજ મે મહિનામાં તમારીજ રાશિમાં આવી જશે અને લગભગ આ દરમિયાન મે મહિનામાંજ ગુરુ મહારાજ પાંચમા ભાવમાં આવીને તમારી રાશિને જોશે ત્યારે તમને સાચા-ખોટા નો નિર્ણય લેવામાં આસાની થશે.રાહુ મહારાજ વચ્ચે વચ્ચે તમારું મન ભટકાવશે પરંતુ ગુરુ મહારાજ તમને સંભાળી લેશે જેનાથી પરિવાર નો પ્રેમ તમારી સાથે બની રહેશે.ભાઈ-બહેન સાથે વર્ષ ની શુરુઆત માં મધુર સબંધ બનાવી રાખવામાં ધ્યાન દેવાની જરૂરત પડશે.
આ વર્ષે કુંભ 2025 રાશિફળ મુજબ શાદીશુદા લોકોની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત તમારા માટે મધ્યમ રહેશે.શનિ અને શુક્ર બંને ની નજર તમારા સાતમા ભાવ ઉપર રહેશે જેનાથી એકબાજુ તો તમારા સબંધ માં ઉતાર-ચડાવ રહેશે.આપસી શાંતિ માં થોડી કમી આવી શકે છે પરંતુ શુક્ર મહારાજ ની કૃપાથી સબંધ માં પ્રેમ અને રુમાનિયત વધશે.તમે તમારા જીવનસાથી થી વધારે નજદીકીયાં મહેસુસ કરશો અને એમની નજીક રહેવાનું પસંદ કરશો.એકબીજા નો ઉજળો પક્ષ દેખાશે જેનાથી તમારા સબંધ માં ખુબસુરતી આવશે.એના પછી મે મહિનામાં જયારે કેતુ મહારાજ તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરશે અને તમારીજ રાશિમાં રાહુ નો પ્રવેશ થશે,ત્યારે સ્થિતિઓ બગડી શકે છે કારણકે આપસી શાંતિ નહિ બેસવાના કારણે અને એકબીજા ને સારી રીતે નહિ સમજી શકવાના કારણે સમસ્યાઓ વધી શકે છે.આવી સ્થિતિ માં તમારા પરિવારના વડીલ પાસેથી સલાહ લેવી જોઈએ અને પોતાના જીવનસાથી સાથે આરોગ્ય ની સાથે સાથે એમના વિચાર,સમજણ અને સારા ખરાબ નું ધ્યાન રાખવું જોઈએ,ત્યારેજ તમે તમારા સબંધ ને સારી રીતે ચલાવી શકશો.આ વર્ષે ઉત્તરાધ માં તમારી બાળક ની ઈચ્છા પુરી થશે.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
આ વર્ષે કુંભ 2025 રાશિફળ ભવિષ્યવાણી કરે છે કે વર્ષ ની શુરુઆત માં તમને તમારા પ્રેમ જીવનમાં મિશ્રણ પરિણામ મળશે કારણકે સુર્ય મહારાજ ની નજર તમારા પાંચમા ભાવમાં હશે છતાં છથા ભાવમાં નીચ રાશિગત મંગળ હોવાના કારણે તમારા જીવનસાથી કડવી વાણી બોલશે,થોડા ગુસ્સા ના કારણે એવી વાત બોલી દેશે કે જે તમને બહુ સારી નહિ લાગે અને આનાથી તમારી વચ્ચે લડાઈ-ઝગડા નો નોબત આવી શકે છે.જો તમે તમારા જીવનસાથી સાથે સબંધ બનાવી રાખવા માંગો છો તો તમારેજ થોડી શાંતિ અને ધૈર્ય થી કામ લેવું પડશે કારણકે મહિનાના ઉત્તરાધમાં આ સ્થિતિઓ માં કમી આવશે.ગુરુ મહારાજ મે ના મહિનામાં પાંચમા ભાવમાં આવીને તમને અને તમારા જીવનસાથી ને સારી સોચ આપશે જેનાથી તમે સાચા નિર્ણય લઇ સાક્સો.એકબીજા પ્રત્ય વિશ્વાસ મહેસુસ કરશો જે તમારા સબંધ માટે બહુ જરૂરી રહેશે અને એની ઉપરજ તમે આખું વર્ષ તમારા પ્રેમ જીવન ને સંભાળી શકશો છતાં એમાં પરિપક્વતા મહેસુસ કરશો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહો. આભાર !
1. 2025 માં કુંભ રાશિના લોકોનું શું થવાનું છે?
વર્ષ 2025 માં કારકિર્દી ના લિહાજ થી આ વર્ષ અનુકુળ રહેશે.તમે તમારા વિરોધીઓ ઉપર વિજય મેળવશો.
2. વર્ષ 2025 માં કુંભ રાશિના લોકોનું આરોગ્ય કેવું રહેશે?
વર્ષ 2025 માં આરોગ્યના સંદર્ભ માં મિશ્રણ પરિણામ મળશે.તમારે થોડી નવી આદતો ને અપનાવી પડશે અને ખાવા-પીવા ની આદતો માં સુધારો લાવવો પડશે.
3. કુંભ રાશિ નો સ્વામી કોણ છે?
કુંભ રાશિ નો સ્વામી શનિ છે
4. કુંભ રાશિના લોકોની શનિ સાડાસાતી ક્યારે પુરી થશે?
કુંભ રાશિ વાળા ઉપર શનિ ની સાડાસાતી 24 જાન્યુઆરી 2022 ના દિવસે ચાલુ થઇ હતી અને 03 જુને 2027 ના રોજ પુરી થશે.