Author: Vijay Pathak | Last Updated: Sun 4 Aug 2024 6:42:31 PM
એસ્ટ્રોકૅમ્પ નો આ એક ખાસ લેખ છે જેમાં વર્ષ 2025 માં વૃષભ 2025 રાશિફળ (Vrushbh 2025 Rashifad) માં આ રાશિના લોકોના જીવનમાં આવનારા બદલાવ વિશે સટીક ભવિષ્યવાણી મળશે.આ ભવિષ્યફળ પુરી રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત ગ્રહો અને નક્ષત્ર ની ચાલો અને તારા ની ગણતરી મુજબ તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી તમને તમારું લગ્ન જીવન,કારકિર્દી,શિક્ષા,પારિવારિક જીવન અને આરોગ્ય વિશે પુરી જાણકારી મળવાની છે,તો ચાલો જાણીએ કે વર્ષ 2025 માં વૃષભ રાશિના લોકોના જીવનમાં ક્યાં-ક્યાં બદલાવ આવવાની સંભાવના છે.
દુનિયાભર ના વિદ્વાન જ્યોતિષ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
આ રાશિફળ મુજબ વર્ષ 2025 શું કહે છે,તારા ની ચાલ,શું આ વર્ષે થશે તમારા લગ્ન કે મળશે કારકિર્દી માં તરક્કી,આવા બધાજ સવાલ ના જવાબ જાણવા માટે ચાલો આગળ વિસ્તારપુર્વક જાણીએ વૃષભ રાશિફળ.
Click here to read in English: Taurus 2025 Horoscope
આ વર્ષે વૃષભ 2025 રાશિફળ ની ભવિષ્યવાણી મુજબ વર્ષ 2025 તમારા માટે અનુકુળ પરિણામ લઈને આવી શકે છે.વર્ષ ની શુરુઆત માં દેવગુરુ ગુરુ તમારીજ રાશિ માં બિરાજમાન થશે અને ત્રીજા ભાવમાં મંગળ છતાં એકાદશ ભાવમાં રાહુ મહારાજ બિરાજમાન થઈને તમારી આર્થિક સ્થિતિ ને સુધારવામાં મહત્વપુર્ણ યોગદાન આપશે.એના પછી માર્ચ માં છેલ્લે સુધી શનિ મહારાજ એકાદશ ભાવમાં આવી જશે અને મે ના મહિનામાં દેવગુરુ ગુરુ પણ બીજા ભાવમાં આવી જશે.આ તમારી આર્થિક ચુનોતીઓ ને ઓછી કરવાનો સમય હશે.આ દરમિયાન તમને સારી સફળતા મળી શકે છે અને તમારા બધાજ કામ થવા લાગશે.આર્થિક ચુનોતીઓ ઓછી થશે અને પૈસા નો લાભ વધારે થશે.તમને પૈસા ભેગા કરવામાં પણ સફળતા મળશે અને પરિવાર ના લોકો પાસેથી પણ પૈસા નો લાભ થવાના યોગ બની રહ્યા છે.વેવસાય થી પણ સારો નફો થઇ શકે છે.તમને તમારા બોસ નો સાથ મળી શકે છે જેનાથી તમને નોકરીમાં પગાર વધારા ની ખુશખબરી પણ મળી શકે છે.
हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: 2025 राशिफल
આ વર્ષે વૃષભ 2025 રાશિફળમુજબ આ વર્ષ આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી અનુકુળ રેહવાની વધારે સંભાવના દેખાઈ રહી છે.વર્ષ ની શુરુઆત માં અષ્ટમ ભાવમાં સુર્ય મહારાજ તમારી રોગ પ્રતિરોધક આવડત ને કમજોર બનાવશે જેની ઉપર તમારે ધ્યાન આપવું પડશે.આની સાથે આ વર્ષે ગુરુ મહારાજ ના દૃતિય ભાવમાં રહેવાથી તમારે તમારા ખાવા-પીવા નું અને ભોજન નું ખાસ ધ્યાન રાખવું પડશે,નહીતો,તમે વસાયુક્ત,ભોજન ના પ્રભાવ થી મોટાપા નો શિકાર બની શકો છો.એમ શનિ મહારાજ એકાદશ ભાવમાં વર્ષ ના અંત સુધી રહેશે જેનાથી તમને આરોગ્ય સમસ્યા માં મોટી પરેશાની થી બચાવ થતો રહેશે.ડિસેમ્બર ના મહિનામાં તમારે ખાસ સાવધાની રાખવાની જરૂરત હશે કારણકે આ દરમિયાન આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.આ વર્ષે તમારી અંદર આળસ વધી શકે છે જે ધીરે-ધીરે તમને થકાવટ અને શારીરિક કમજોરી આપી શકે છે,આનાથી જેટલું સંભવ થઇ શકે,બચવાની કોશિશ કરો.
રાજયોગ રિપોર્ટ: જાણો સંપત્તિ અને સમૃદ્ધિ તમને ક્યારે આશીર્વાદ આપશે!
આ વર્ષે વૃષભ રાશિફળ મુજબ તમારી કારકિર્દી ની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત માં શનિ મહારાજ તમારા દસમાં ભાવમાં બિરાજમાન થશે અને તમારી રાશિમાં દેવગુરુ ગુરુ સ્થિત થશે.આનાથી તમારી નિર્ણય લેવાની આવડત સારી થશે અને તમે તમારા કાર્યક્ષેત્ર માં મજબુતી સાથે પગલાં ભરીને સફળતા મેળવશો.વેપારમાં માં પણ સારી ઉન્નતિ મળશે અને નોકરીમાં પણ તમારો કામ માં દબદબો બની રહેશે.આના પછી શનિ મહારાજ માર્ચ માં છેલ્લે સુધી તમારા એકાદશ ભાવમાં જશે જેનાથી તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારી નજીકતા વધશે.એમના માર્ગદર્શન થી તમે તમારી કારકિર્દી માં સારી સફળતા મેળવી શકશો અને પગાર માં પણ વધારા નો યોગ બનશે પરંતુ રાહુનું મે ના મહિનામાં તમારા દસમાં ભાવમાં જવાથી તમને કાર્યક્ષેત્ર માં થોડી સાવધાની રાખવી પડશે.કોઈપણ પ્રકારની જલ્દીબાજી કે શોર્ટકર્ટ થી બચવું પડશે અને કોઈપણ પ્રકારના ષડ્યંત્ર નો હિસ્સો બનવાથી તમારે બચવું પડશે,નહીતો સમસ્યાઓ થઇ શકે છે.
વૃષભ રાશિના વિદ્યાર્થી ની વાત કરીએ તો વૃષભ 2025 રાશિફળ એ સંકેત આપી રહ્યું છે કે વિદ્યાર્થીઓ ને વર્ષ ની શુરુઆત માં કઠિન ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે કારણકે કેતુ મહારાજ તમારા પાંચમા ભાવમાં બિરાજમાન હશે,પરંતુ સારી વાત એ છે કે દેવગુરુ ગુરુ પેહલા ભાવમાં હશે જે તમને સારા ગુરુ નું માર્ગદર્શન આપશે અને એમના સાનિધ્ય અને એમના માર્ગદર્શન માં તમે તમારા શિક્ષણ ને ચાલુ રાખી શકશો.પરંતુ જયારે વર્ષ ના અંતે જયારે કેતુ ચોથા ભાવમાં આવી જશે ત્યારે આ સમસ્યાઓ માં વધારો કમી આવશે અને તમે તમારા શિક્ષણ માં વધારે ધ્યાન આપી શકશો.શનિ મહારાજ ની નજર પાંચમા ભાવ પર હોવાથી શિક્ષણ માં વચ્ચે-વચ્ચે થોડી રોકાવટ આવશે પરંતુ તમે તમારા શિક્ષણ માં સારી સફળતા મેળવી શકશો.ઉચ્ચ શિક્ષણ મેળવા ની તમારી ઈચ્છા પુરી થશે અને તમને મનપસંદ વિષય ભણવાનો મોકો મળશે.પ્રતિયોગી પરીક્ષા ના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સફળતા પુર્વક સાબિત થઇ શકશે.
આ વર્ષે વૃષભ રાશિફળ મુજબ વર્ષ 2025 પારિવારિક જીવન માટે સારું રેહવાની સંભાવના છે પરંતુ વર્ષ ની શુરુઆત થોડી કઠિન થશે.ચોથા ભાવ નો સ્વામી સુર્ય મહારાજ અષ્ટમ ભાવમાં હશે જેનાથી માતા-પિતા ને આરોગ્ય સબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે.એના પછી મંગળ પણ ચોથા ભાવમાં આવીને પારિવારિક સમસ્યાઓ વધારી શકે છે પરંતુ વર્ષ ને છેલ્લે તમારા માટે ઠીક થાક રહેશે પરંતુ મે માં વચ્ચે કેતુ મહારાજ ના ચોથા ભાવમાં આવવાથી પરિવારના લોકો સાથે શાંતિ જાળવી રાખવું તમારા માટે થોડું મુશ્કિલ હશે જેનાથી પારિવારિક જીવનમાં અસંતુલન આવી શકે છે.તમારે પારિવારિક અશાંતિ દુર કરવા માટે પોતાનેજ મેહનત કરવી પડશે.ભાઈ-બહેન સાથે તમારા સારા સબંધ બની રહેશે જેનાથી તમને દરેક જગ્યા એ લાભ પણ થશે અને એમની સાથે તમારો મિત્રતા વાળો સ્વભાવ તમને સંતુષ્ટિ આપશે.આ વર્ષે પરિવારમાં કોઈ નવા મેહમાન આવવાના પણ યોગ બની રહ્યા છે.કોઈ બાળક નો જન્મ થવો કે કોઈ લગ્ન યોગ્ય સભ્ય ના લગ્ન થવાનો સારો યોગ છે.
આ વર્ષે વૃષભ 2025 રાશિફળ (Vrishabh 2025 Rashifad) મુજબ વર્ષ ની શુરુઆત લગ્ન જીવન માટે અનુકુળ રહેશે.બુધ સાતમા ભાવમાં રહેશે અને ગુરુ મહારાજ પેહલા ભાવ માંથી સાતમા ભાવ ઉપર નજર નાખશે જેનાથી લગ્ન જીવન મીઠું બની રહેશે.તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે શાંતિ સારી રહેશે.એકબીજા ને જરૂરી સમય આપશો.પારિવારિક જીમ્મેદારીઓ સારી રીતે નિભાવસો.એની સાથે એકબીજા ના કામમાં પણ એકબીજા ની મદદ કરશો.આનાથી તમારા વચ્ચે ની દૂરીઓ ઓછી થવા લાગશે અને લાંબા સમય થી ચાલી રહેલી પરેશાનીઓ માંથી મુક્તિ મળશે.તમારા સબંધ સારા રહેશે.સપ્ટેમ્બર થી ઓક્ટોમ્બર ની વચ્ચે મંગળ મહારાજ ના છથા ભાવમાં જવાથી લગ્ન સબંધ માં તણાવ વધી શકે છે.આ દરમિયાન ખાસ સાવધાની રાખો,એના પછી ની સ્થિતિ તમારા પક્ષ માં રહેશે અને લગ્ન જીવન પ્રેમપુર્વક બની રહેશે.આ વર્ષે તમે તમારા જીવનસાથી સાથે બહુ ખુબસુરત સ્થાનો ની યાત્રા કરશો છતાં તીર્થ યાત્રા ઉપર પણ જશો જેનાથી તમે પ્રેમ નો અનુભવ પણ કરી શકશો.બાળક પ્રાપ્તિ ની ઈચ્છા છે તો આ સમયે તમારી આ ઈચ્છા પણ પુરી થશે.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
આ વર્ષે વૃષભ 2025 રાશિફળ તમારા માટે આ ભવિષ્યવાણી કરે છે કે વર્ષ ની શુરુઆત પ્રેમ સબંધો માટે કમજોર રહી શકે છે કારણકે કેતુ મહારાજ પાંચમા ભાવમાં બિરાજમાન રહેશે જેનાથી તમને પ્યારમાં ધોખો મળી શકે છે અથવા સમજદારી નો અભાવ હોવાના કારણે તમારા પ્રિયતમ અને તમારી વચ્ચે ગલતફેમી થઇ શકે છે.જે તમારા સબંધ ને પરેશાન કરી શકે છે પરંતુ 18 મે પછી જયારે કેતુ ચોથા ભાવમાં ચાલ્યો જશે અને પાંચમા ભાવ ઉપર શનિ મહારાજ ની નજર હશે ત્યારે તમે તમારા સબંધ માં સબંધીઓ સત્યે આગળ વધશો જેનાથી તમારા સબંધ ને એક નવું જીવન,એક નવી શક્તિ મળશે અને તમે તમારા સાથી સાથે ખુશી ખુશી જીવન વ્યતીત કરશો.વર્ષ ની શુરુઆત અને જુલાઈ થી સપ્ટેમ્બરે ની વચ્ચે પ્રેમ લગ્ન નો યોગ બની રહ્યો છે.તમારે એપ્રિલ થી મે ની વચ્ચે પણ તમારા સબંધ ને જાળવો પડશે.આ દરમિયાન સબંધ તુટવાની સ્થિતિ બની શકે છે.જો તમે આ દરમિયાન સમજદારી દેખાડશો તો તમારો પ્રેમ સબંધ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહેવા માટે આભાર !
1. વૃષભ રાશિ માટે વર્ષ 2025 કેવું રહેશે?
વૃષભ રાશિના લોકોને વર્ષ 2025 માં જીવનના અલગ-અલગ મોર્ચે અનુકુળ પરિણામ મળવાની સંભાવના છે.
2. 2025 માં વૃષભ રાશિના લોકોનું આરોગ્ય કેવું રહેશે?
2025 માં વૃષભ રાશિના લોકોનું આરોગ્ય સારું રહેશે પરંતુ તમારે ખાવા-પીવા ઉપર ધ્યાન આપવું પડશે.
3. વૃષભ રાશિફળ મુજબ વૃષભ રાશિના લોકોની કારકિર્દી કેવી રહેશે?
2025 માં વૃષભ રાશિના લોકોની કારકિર્દી પણ સારી રહેશે.અને આ વર્ષે તમે સફળતા મેળવશો.
4. વૃષભ રાશિના લોકો માટે વર્ષ 2025 માં શું ઉપાય છે?
2025 ને વધારે શુભમય બનાવા માટે સારી ગુણવતા વાળો હીરો અથવા ઓપેલ પથ્થર ને ચાંદી ની વીંટી માં અનામિકા આંગળીમાં પહેરો.