• Talk To Astrologers
  • Brihat Horoscope
  • Ask A Question
  • Child Report 2022
  • Raj Yoga Report
  • Career Counseling
Personalized
Horoscope

કર્ક 2025 રાશિફળ માં જાણો તમારું ભવિષ્ય અને આ રાશિના લોકોના હાલ

Author: Vijay Pathak | Last Updated: Fri 2 Aug 2024 4:29:01 PM

એસ્ટ્રોકૅમ્પ માં કર્ક 2025 રાશિફળ માં તમને એ જાણવા મળશે કે 2025 માં કર્ક રાશિના લોકોના જીવનમાં ક્યાં પ્રકારના બદલાવ આવી શકે છે.એની સાથે જોડાયેલી બધીજ જાણકારી તમને જાણવા મળશે.આ રાશિફળ 2025 કર્ક રાશિના લોકો માટે વૈદિક જ્યોતિષ પાર આધારિત ગ્રહો ચાલ અને ગ્રહોના ગોચર ની ગણતરી ના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.ચાલો હવે જાણીએ કે વર્ષ 2025 માં કર્ક રાશિના લોકોના જીવનમાં ક્યાં પ્રકારના બદલાવ આવવાની સંભાવના રહેશે અને ક્યાં-ક્યાં એમને સાવધાની રાખવી પડશે.

કર્ક 2025 રાશિફળ

દુનિયાભર ના વિદ્વાન જ્યોતિષ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

ચાલો હવે આગળ વિસ્તાર થી જાણીએ કે કર્ક રાશિફળ (Kark 2025 Rashifad) મુજબ વર્ષ 2025 કર્ક રાશિના લોકોના જીવનમાં ક્યાં પ્રકારના બદલાવ ની વાત કરી રહ્યું છે.

Click here to read in English: Cancer 2025 Horoscope

આર્થિક જીવન 

જો કર્ક રાશિના લોકોની આર્થિક સ્થિતિ ની વાત કરીએ તો કર્ક 2025 રાશિફળ ની આ ભવિષ્યવાણી છે કે વર્ષ 2025 તમારા માટે આર્થિક રીતે અનુકુળ રેહવાની સંભાવના દેખાઈ રહી છે.પરંતુ તમારે થોડી સાવધાનીઓ પણ રાખવી પડશે.વર્ષ ની શુરુઆત માં દેવગુરુ ગુરુ તમારા એકાદશ ભાવમાં હશે અને આ તમારા નસીબ ભાવ નો સ્વામી પણ છે.આના સિવાય રાહુ મહારાજ નવમા ભાવમાં સ્થિત હશે.આ ગ્રહ આર્થિક રીતે તમને સારી સ્થિતિઓ આપશે.વર્ષ ની શુરુઆત માં શનિ મહારાજ અષ્ટમ ભાવમાં બેસીને થોડી પૈસા ને લગતી સમસ્યાઓ જરૂર આપી શકે છે.પરંતુ માર્ચ ના મહિનામાં આ તમારા નવમા ભાવમાં ચાલ્યો જશે,ત્યારે પૈસા ની સમસ્યાઓ પોતાની રીતે દુર થઇ જશે.તમને કોઈપણ જગ્યા એ અચાનક પૈસા નો લાભ થઇ શકે છે અથવા આર્થિક સ્થિતિ સાથે સબંધિત શુભ પરિણામ મળવાના યોગ બની રહ્યા છે.મે ના મહિનામાં રાહુ અષ્ટમ ભાવમાં આવશે જે તમને અચાનક પૈસા નો લાભ કરાવશે.તમારે ખાલી પૈસા નું રોકાણ કરતા પેહલા સાવધાની રાખવી પડશે.

अन्य राशियों के बारे में यहां पढ़ें- कर्क 2025 राशिफल

આરોગ્ય

આ વર્ષે કર્ક 2025 રાશિફળ (Kark 2025 Rashifad) મુજબ વર્ષ 2025 કર્ક રાશિના લોકોના આરોગ્ય માટે શુરુઆત માં ઉતાર-ચડાવ થી ભરેલું રહેશે કારણકે વર્ષ ની શુરુઆત માં મંગળ મહારાજ તમારી રાશિમાં બેઠો હશે અને શનિ મહારાજ શુક્ર મહારાજ ની સાથે તમારા અષ્ટમ ભાવમાં બેઠેલો હશે.આનાથી આરોગ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે.આંખ ની સમસ્યા અને પેટ ને લગતી સમસ્યા ઉપર ખાસ કરીને ધ્યાન દેવાની જરૂરત હશે.એના પછી જયારે શનિ મહારાજ નવમા ભાવમાં ચાલ્યો જશે તયારે મે ના મહિનામાં દેવગુરુ ગુરુ દ્રાદશ ભાવમાં જશે.એવામાં તળેલા પદાર્થ થી બચવું પડશે અને આરોગ્યને લઈને કાળજી રાખવી પડશે.પછી ઓક્ટોમ્બર ના મહિનામાં દેવગુરુ ગુરુ તમારી રાશિમાં આવશે અને પોતાની ઉચ્ચ અવસ્થા માં આવી જશે અને તમારી આરોગ્ય ને લગતી બધીજ સમ્યાઓ ને પુરી કરી દેશે અને તમને સારું આરોગ્ય આપશે પરંતુ ત્યાં સુધી તમારે તમારા આરોગ્ય ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂરત હશે.સવારે ચાલવાની આદત બનાવો અને જો સંભવ હોય તો સારું ભોજન કરવાની પણ આદત બનાવો કે સંતુલિત ભોજન કરવું પણ લાભદાયક રહેશે.

રાજયોગ રિપોર્ટ: જાણો સંપત્તિ અને સમૃદ્ધિ તમને ક્યારે આશીર્વાદ આપશે!

કારકિર્દી

કર્ક રાશિફળ મુજબ વર્ષ 2025 તમારી કારકિર્દી માટે સારા પરિણામ લઈને આવવાના છે.આ વર્ષે નોકરી કરતા લોકોને માર્ચ મહિના પછી નોકરીમાં નવા મોકા મળવાના છે.ચાલુ નોકરીમાં સ્થાનાંતર ની સ્થિતિ પણ બની શકે છે.આ સ્થાનાંતર તમારા હક માં હશે અને તમને લાભ પણ અપાવશે.આના સિવાય જે લોકો પોતાની નોકરી સાથે લાંબા સમય થી જોડાયેલા છે એમને પોતાની નોકરી કરતા પણ વધારે સારી નોકરી મળવાના યોગ માર્ચ મહિના પછી બનશે જેમાં એમને ઉત્તમ માન-સમ્માન અને પૈસા નો લાભ મળશે.વેપાર કરતા લોકો માટે પણ આ વર્ષ શુરુઆત માં થોડું કમજોર રહેશે.તમારે કાનુની રૂપથી સાવધાની રાખવી પડશે.માર્ચ પછી વેપાર ને લગતી યાત્રાઓ તમારા માટે લાભદાયક રહેશે.યાત્રાઓ થી લાભ થશે અને વેપારમાં પ્રગતિ થશે.

શિક્ષણ

કર્ક રાશિના વિદ્યાર્થી વર્ગ ની વાત કરીએ તો કર્ક 2025 રાશિફળ (Kark 2025 Rashifad) મુજબ વર્ષ ની શુરુઆત વિદ્યાર્થીઓ માટે બહુ સારી રહેશે કારણકે પાંચમા ભાવમાં બુધ મહારાજ બિરાજમાન રહેશે તો મે મહિના સુધી દેવગુરુ ગુરુ એકાદશ ભાવમાં બેસીને પાંચમા ભાવને પુરી રીતે સાતમા ભાવમાં નજર રાખશે.આનાથી તમારી બુદ્ધિ તેજ થશે.તમારી અંદર સહજ જ્ઞાન માં વધારો થશે.તમે પોતે અભ્યાસ કરવા માટે તૈયાર રેહશો.માત્ર સામાન્ય વિદ્યાર્થી નહિ પણ જે લોકો અભ્યાસ મુકી ચુક્યા છે એમનું મન પણ અભ્યાસ માં લાગશે અને એ લોકો પણ અભ્યાસ કરવામાં શોખ દેખાડશે.આનાથી તમને અલગ-અલગ જ્ઞાન મળવાના યોગ બનશે.જ્યોતિષ અને અધિયાત્મિક જ્ઞાન મેળવા માટેના પણ ખાસ યોગ બની શકે છે જેનાથી તમને વધારે પરિપક્વતા મળશે.પ્રતિયોગી પરીક્ષા માટે વર્ષ ની શુરુઆત ઉત્તમ રહેશે.જો તમે વિદેશ જવાની ઈચ્છા રાખો છો તો મે મહિના પછી દેવગુરુ ગુરુ તમારા દ્રાદશ ભાવમાં જશે,ત્યારે તમારું આ સપનું પુરુ થઇ શકે છે અને તમે વિદેશ માં જઈને અભ્યાસ કરી શકો છો.

પારિવારિક જીવન 

કર્ક રાશિફળ મુજબ વર્ષ 2025 તમારા પારિવારિક જીવન માટે વર્ષ ની શુરુઆત માં કઠિન રહેશે કારણકે તમારી રાશિમાં બેઠેલો નીચ રાશિગત મંગળ મહારાજ ની નજર ચોથા ભાવ ઉપર રહેશે.આનાથી ઉલટું બીજા ભાવ નો સ્વામી સુર્ય મહારાજ વર્ષ ની શુરુઆત માં છથા ભાવમાં હશે તો શનિ મહારાજ શુક્ર મહારાજ ની સાથે અષ્ટમ ભાવમાં હશે,આ બધીજ પરિસ્થતિઓ ને પારિવારિક જીવન માટે અનુકુળ નથી કહેવામાં આવતી.એટલા માટે તમારે થોડી સાવધાની રાખવી પડશે.વર્ષ ની શુરુઆત માં માતાજીને થોડી આરોગ્ય સમસ્યા થઇ શકે છે.એનું તમારે ધ્યાન રાખવું પડશે.એના પછી ધીરે-ધીરે પરિસ્થિતિઓ માં સુધારો આવશે પરંતુ વર્ષ ની શુરુઆત માં સાવધાની રાખો.એના પછી ધીરે-ધીરે પરિવારમાં શાંતિ સ્થાપિત થશે અને તમે પણ પરિવારની સાથે હળીમળીને રેહશો જેનાથી પારિવારિક જીવનમાં એક સંતુલન બની રહેશે અને તમને તમારા પરિજનો નો પ્રેમ અને પ્યાર મળશે છતાં પારિવારિક જીવન ખુશીઓ થી મહેકી જશે.પરિવારમાં આ સમયે કોઈ મોટી પુજા પુરી થઇ શકે છે.

લગ્ન જીવન 

આ વર્ષે કર્ક 2025 રાશિફળ (Kark 2025 Rashifad) મુજબ જો તમે શાદીશુદા છો તો તમારા માટે આ વર્ષ ની શુરુઆત થોડી ચૂનૌતીપુર્ણ રહેશે.વર્ષ ની શુરુઆત માં મંગળ મહારાજ તમારી રાશિમાં બિરાજમાન થઈને સાતમા ભાવને જોશે જેમાં લગ્ન સબંધો માં તણાવ અને ટકરાવ ની સ્થિતિ બની શકે છે.તમારી અને તમારા જીવનસાથી ની સાથે કહાસુની અને લડાઈ-ઝગડા ની નોબત આવી શકે છે.આ રીતે તમારે સાવધાની સાથે આગળ વધવું પડશે.મંગળ મહારાજ 21 જાન્યુઆરી ના દિવસે વક્રી અવસ્થા માં દ્રાદશ ભાવમાં જઈને સાતમા ભાવને જોશે એના પછી 3 એપ્રિલે ફરીથી કર્ક રાશિમાં આવી જશે અને 7 જુને સિંહ રાશિમાં રહેશે,ત્યાં સુધી નો સમય ચુનોતીવાળો રહેશે પરંતુ 28 જુલાઈ થી મંગળ મહારાજ કન્યા રાશિમાં તમારા ત્રીજા ભાવમાં જશે ત્યારે લગ્ન જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ ધીરે ધીરે પુરી થઇ જશે અને તમને સુકુન મળશે.તમારે ધૈર્ય સાથે આગળ વધવું જોઈએ.આ વખતે જીવનસાથી સાથે લાંબી યાત્રાઓ નો યોગ બનશે જેનાથી તમારો પ્રેમ વધશે અને તમે એકબીજા ની નજીક આવશો.ઓક્ટોમ્બર થી ડિસેમ્બર ની વચ્ચે ગુરુ મહારાજ તમારી રાશિમાં રહીને પાંચમા અને સાતમા ભાવ ને જોશે જેનાથી બાળક નું સુખ મળશે અને લગ્ન જીવનમાં પ્રેમ વધશે.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

પ્રેમ જીવન

આ વર્ષે કર્ક 2025 રાશિફળ તમારા પ્રેમ જીવન માટે એ ભવિષ્યવાણી કરે છે કે વર્ષ ની શુરુઆત તમારા પ્રેમ જીવન માટે અનુકુળ રહેશે.બુધ મહારાજ પાંચમા ભાવમાં હશે અને દેવગુરુ ગુરુ ની એની ઉપર નજર તમારા પ્રેમ સંબંધો ને મજબુત બનાવશે.અંદર ની શાંતિ સારી રહેશે.તમે એકબીજા ને તમારા દિલ ની વાત આસાનીથી કહેશો અને તમારા સબંધ ને વધારે મહત્વ આપશો.મંગળ મહારાજ જૂન થી જુલાઈ ની વચ્ચે તમારા બીજા ભાવમાં રહીને પાંચમા ભાવ ઉપર નજર નાખશે.આ દરમિયાન તમે તમારા પરિવારના લોકો સાથે તમારા લગ્ન ની વાત કરવાથી બચજો,નહીતો સમસ્યાઓ ઉભી થઇ શકે છે.એના પછી તમારું પ્રેમ જીવન વધારે સારી રીતે આગળ વધશે.ખાસ કરીને ઓક્ટોમ્બર થી ડિસેમ્બર ના સમય ની વચ્ચે જયારે દેવગુરુ ગુરુ પાંચમા અને સાતમા ભામા એક સાથે દેખાશે,ત્યારે તમારા પ્રેમ લગ્ન નો યોગ બની શકે છે અને એ સમય તમારા પ્રેમ જીવનને પુષ્પિત અને પલ્લવિત કરશે. 

ઉપાય

  • તમારે દરરોજ હનુમાનજી ની ઉપાસના કરવી જોઈએ અને સંભવ હોય તો મંગળવાર અને શનિવાર ના દિવસે સુંદરકાંડ અથવા બજરંગબાણ નો પાઠ કરવો જોઈએ. 
  • ગુરુવાર ના દિવસે પીપળ ના ઝાડ ને અડ્યા વગર પાણી ચડાવું જોઈએ. 
  • તમારે વર્ષ માં કમસેકમ એકવાર ભગવાન શિવ નો રુદ્રાભિષેક જરૂર કરવો જોઈએ.
  • ધ્યાન અને યોગ ની મદદ લેવાથી માનસિક શાંતિ મળશે.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહેવા માટે આભાર !

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો 

કર્ક રાશિના લોકોને વર્ષ 2025 માં કેવું પરિણામ મળશે?

કર્ક રાશિના લોકોને વર્ષ 2025 માં મિશ્રણ પરિણામ મળશે.

વર્ષ 2025 માં કર્ક રાશિના લોકોને નોકરી મળશે?

વર્ષ 2025 માં માર્ચ પછી કર્ક રાશિના લોકોને નવી નોકરીના શુભ મોકા મળી શકે છે. 

વર્ષ 2025 માં કર્ક રાશિના લોકોને પ્રેમ જીવનમાં કેવા પરિણામ મળશે?

કર્ક રાશિના લોકોને વર્ષ 2025 માં પ્રેમ જીવનમાં અનુકુળ પરિણામ મળશે.આ વર્ષે તમારા પ્રેમ લગ્ન પણ થઇ શકે છે.

More from the section: Horoscope 3949
Buy Today
Gemstones
Get gemstones Best quality gemstones with assurance of AstroCAMP.com More
Yantras
Get yantras Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Navagrah Yantras
Get Navagrah Yantras Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Rudraksha
Get rudraksha Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Today's Horoscope

Get your personalised horoscope based on your sign.

Select your Sign
Free Personalized Horoscope 2024
© Copyright 2024 AstroCAMP.com All Rights Reserved