• Talk To Astrologers
  • Brihat Horoscope
  • Ask A Question
  • Child Report 2022
  • Raj Yoga Report
  • Career Counseling
Personalized
Horoscope

મકર 2025 રાશિફળ માં જાણો તમારું ભવિષ્ય અને આ રાશિના લોકોના હાલ

Author: Vijay Pathak | Last Updated: Fri 2 Aug 2024 4:52:05 PM

એસ્ટ્રોકૅમ્પ ના આ ખાસ મકર 2025 રાશિફળ (Makar 2025 Rashifad) લેખ ના માધ્યમ થી વર્ષ 2025 માં મકર રાશિના લોકોને ક્યાં પ્રકારના ઉતાર-ચડાવ નો સામનો કરવો પડશે,એની સાથે જોડાયેલી સાચી ભવિષ્યવાણી આ લેખમાં વાંચવા મળશે.આ રાશિફળ 2025 મકર રાશિના લોકો માટે પુરી રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત છે અને આને અમારા અનુભવી અને પ્રખ્યાત જ્યોતિષી દ્વારા નક્ષત્ર ની ચાલ અને ગ્રહોનો ગોચર વગેરે ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.ચાલો જાણીએ કે વર્ષ 2025 માં મકર રાશિના લોકો પોતાના જીવનમાં ક્યાં પ્રકાર ના પરિણામ મેળવશે અને ત્યાં એમને ધ્યાન દેવાની જરૂરત છે.

મકર 2025 રાશિફળ

દુનિયાભર ના વિદ્વાન જ્યોતિષ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

આ વર્ષ તમારા માટે શું ખાસ લઈને આવ્યું છે,જીવનમાં કઈ જગ્યા એ તમને ખાસ સફળતા મળી શકે છે અને ક્યાં ચાલીને તમારે ચુનોતીઓ નો સામનો કરવો પડશે આ બધીજ વાતો ને જાણવા માટે ચાલો આ લેખને વિસ્તાર થી જાણીએ કે મકર રાશિફળ (Makar 2025 Rashifad) મુજબ આ વર્ષ મકર રાશિના લોકો માટે ક્યાં ખાસ બદલાવ લઈને આવશે.

Click here to read in English: Capricorn 2025 Horoscope

આર્થિક જીવન 

જો તમારા માટે આર્થિક ભવિષ્યવાણી ની વાત કરીએ તો મકર રાશિફળ મુજબ વર્ષ ની શુરુઆત તમારા માટે કમજોર રેહવાની છે.એક બાજુ શનિ મહારાજ,શુક્ર મહારાજ ની સાથે બીજા ભાવમાં બેસીને આર્થિક સ્થિતિ ને મજબુત બનાવશે અને પૈસા ભેગા કરવામાં મદદ મળશે તો બીજા અને દ્રાદશ ભાવમાં બેઠેલો સૂર્ય મહારાજ તમારા ખર્ચ વધારશે.એકાદશ ભાવમાં બુધ મહારાજ હશે અને પાંચમા ભાવમાં બેઠેલો ગુરુ મહારાજ ની નજર પણ તમારા એકાદશ ભાવ પર રહેશે જેનાથી પૈસા વધારે મળશે અને ખર્ચ નિયંત્રણમાં થશે.આ બધીજ સ્થિતિઓ તમને આર્થિક રીતે મજબુત અને સમૃદ્ધ બનાવાના પ્રયાસ કરશે પરંતુ મે ના મહિનામાં દેવગુરુ ગુરુ છથા ભાવમાં આવીને તમારા દ્રાદશ ભાવને જોશે જેનાથી ખર્ચા માં વધારો આવશે.આ અચાનક ખર્ચ ને રોકવું તમારા માટે સેહલું નહિ રહે.એના માટે તમારે કઠિન પ્રયાસ કરવા પડશે.માર્ચ માં છેલ્લે શનિ મહારાજ તમારા ત્રીજા ભાવમાં આવી જશે જે ધીરે ધીરે પ્રયાસો થી તમને આર્થિક લાભ આપશે પરંતુ મે ના મહિનામાં રાહુ મહારાજ તમારા બીજા ભાવમાં આવીને પૈસા ભેગા કરવામાં પરેશાની ઉભી કરી શકે છે એટલે આ વર્ષે સાવધાની થી તમારે ચાલવું પડશે અને તમારા પૈસા નું ધ્યાન રાખવું પડશે.પૈસા નું રોકાણ પણ તમારા માટે લાભકારક રહેશે.

આરોગ્ય

આ વર્ષે મકર 2025 રાશિફળ (Makar 2025 Rashifad) મુજબ આ વર્ષ આરોગ્યના દ્રષ્ટિકોણ થી ઠીક-ઠાક રેહવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી શકે છે.વર્ષ ની શુરુઆત માં રાશિ સ્વામી શનિ મહારાજ બીજા ભાવમાં રહીને આરોગ્યને મજબુત બનાવશે.ગુરુ મહારાજ પાંચમા ભાવ થી તમારી રાશિ ઉપર નજર નાખશે અને તમારા આરોગ્યને ઉત્તમ બનાવા માં મદદ કરશે પરંતુ નીચ રાશિ નો મંગળ વર્ષ ની શુરુઆત માં સાતમા ભાવ થી તમારી રાશિ પર નજર નાખીને તમને શરીર ને લગતી સમસ્યાઓ આપી શકે છે.એપ્રિલ સુધી નો સમય આરોગ્ય માટે કમજોર રહી શકે છે એના પછી ધીરે ધીરે આરોગ્યમાં સુધારો આવવાનો યોગ બનશે.શનિ મહારાજ માર્ચમાં છેલ્લે સુધી ત્રીજા ભાવમાં આવશે,જ્યાંથી તમારે આળસ ને છોડવી પડશે,નહીતો ધીરે ધીરે બીમારીની ચપેટ માં આવી શકે છે.તમે જેટલી મેહનત કરશો એટલો આરોગ્ય નો સાથ મળશે.તમારા શરીર ને જેટલું ચલાવશો આરોગ્ય સમસ્યા થી એટલાજ દુર રેહશો.રાહુ મહારાજ મે ના મહિનામાં બીજા ભાવમાં આવીને ખાવા-પીવા અને મોઢા ને લગતી સમસ્યાઓ આપી શકે છે.એનાથી સાવધાન રહો એટલે તમે એક સારું જીવન જીવી શકો.

हिंदी में यहां पढ़ें - मकर 2025 राशिफल

રાજયોગ રિપોર્ટ: જાણો સંપત્તિ અને સમૃદ્ધિ તમને ક્યારે આશીર્વાદ આપશે!

કારકિર્દી

મકર રાશિફળ મુજબ જો તમારી કારકિર્દી ની વાત કરીએ તો નોકરી કરતા લોકો માટે વર્ષ ની શુરુઆત બહુ સારી રહેશે.ભલે નીચ રાશિ નો મંગળ મહારાજ ની નજર દસમા ભાવ ઉપર હોય પરંતુ દસમા ભાવ નો સ્વામી શુક્ર મહારાજ શનિ મહારાજ ની સાથે બીજા ભાવમાં જઈને નોકરીમાં સારી સ્થિતિઓ ને જન્મ આપશે.તમને પૈસા નો લાભ પણ થશે.એકાદશ ભાવમાં બુધ મહારાજ અને ગુરુ મહારાજ ની એકાદશ પર નજર છતાં નવમા ભાવ ઉપર ગુરુ મહારાજ ની નજર તમને નોકરીમાં સફળતા આપશે.તમને મનપસંદ જગ્યા એ ટ્રાન્સફર મળી શકે છે અને નોકરીમાં પ્રમોશન મળવાનો યોગ પણ બનશે.વર્ષ નો ઉત્તરાધ ઠીક-થાક રેહવાની સંભાવના છે.જ્યાં સુધી વેપાર કરતા લોકોનો સવાલ છે તો વર્ષ ની શુરુઆત તમારા માટે કમજોર રેહવાની છે.તમારે તમારા વેવસાયિક ભાગીદાર સાથે પણ સારા સબંધ બનાવી રાખવા ઉપર જોર આપવું પડશે કારણકે તમારી વચ્ચે કહાસુની થઇ શકે છે.વર્ષ નો ઉત્તરાધ વેવસાયિક સાધનો માટે ઠીક થાક રહેશે પરંતુ,તમારે તમારા પ્રયાસો માં હંમેશા ગતિ બનાવીને રાખવી પડશે,ત્યારેજ તમે સફળતા મેળવી શકશો.

શિક્ષણ

જો મકર રાશિના વિદ્યાર્થી વર્ગ ની વાત કરીએ તો મકર 2025 રાશિફળ (Makar 2025 Rashifad) મુજબ વર્ષ ની શુરુઆત તમારા માટે અનુકુળ રહેશે.પાંચમા ભાવમાં દેવગુરુ ગુરુ હશે અને પાંચમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ બીજા ભાવમાં હશે જેનાથી તમે તમારી શિક્ષા માં મન લગાડીને અભ્યાસ કરશો અને એના તમને સકારાત્મક પરિણામ પણ જોવા મળશે.તમને શિક્ષા માં સારા પરિણામ તમારા ઉત્સાહ ને વધારશે જેનાથી તમે વધારે મેહનત કરવા માટે પ્રોત્સાહિત થશો.મે મહિનામાં ગુરુ મહારાજ છથા ભાવમાં આવી જશે.તમારે પ્રતિયોગી પરીક્ષા મેં સફળતા મેળવા માટે બહુ વધારે મેહનત કરવી પડશે,ત્યારે જઈને તમારી સફળતા મળવાની સંભાવના જોવા મળશે.ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ ને મે મહિના સુધી રાહ જોવી પડશે.મે મહિના પછી સ્થિતિઓ માં સુધારો આવશે,ત્યારે તમને સારા પરિણામ મળી શકે છે.વિદેશ જઈને અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓ ને વર્ષ ના ઉત્તરાધ માં સફળતા મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે જેનાથી તમારા મનપસંદ વિષયો ને કોઈ વિદેશી વિદ્યાલય માં ભણવાનો મોકો મળશે.

પારિવારિક જીવન 

આ વર્ષે મકર 2025 રાશિફળ મુજબ વર્ષ 2025 તમારા પારિવારિક જીવન માટે ઠીક-ઠાક રેહવાની સંભાવના છે.વર્ષ ની શુરુઆત માં બીજા ભાવમાં બેસીને શનિ મહારાજ ચોથા ભાવ ઉપર નજર નાખશે છતાં મંગળ મહારાજ ની નજર સાતમા ભાવ થી દસમા ભાવ ઉપર રહેશે.આનાથી પારિવારિક જીવનમાં ઉતાર-ચડાવ છતાં આપસી શાંતિ બની રહેશે.માતા-પિતા ના આર્શિવાદ તમને મળશે.ત્રીજા ભાવમાં રાહુ મહારાજ ભા-બહેન ને થોડી સમસ્યાઓ આપી શકે છે પરંતુ એમની સાથે તમારી બોન્ડિંગ સારી રહેશે.એના પછી માર્ચ ના મહિનામાં શનિ મહારાજ ત્રીજા ભાવમાં આવીને ભાઈ-બહેન સાથે તમારા સબંધ વધારે મજબુત થશે પરંતુ એમને પણ તમારી સાથેની બરાબરી ની જરૂરત હશે.રાહુ મહારાજ મે મહિનામાં બીજા ભાવમાં ચાલ્યો જશે જેનાથી કુટુંબ ના વિષય માં તમારે બોલવાથી પરહેજ કરવો પડશે.નહીતો કોઈ વાત નું બતાડગંજ બની શકે છે જેનાથી વિવાદ થઇ શકે છે.ગુરુ મહારાજ નું છથા ભાવમાં આવી જવાથી અને ત્યાંથી દસમા ભાવમાં પુરી નજર નાખવાના કારણે પારિવારિક જીવનમાં ઘણા વિવાદો ને સળજાવાનો મોકો મળી શકે છે,જેમાં પરિવાર ના કોઈ વૃદ્ધ વ્યક્તિનો સહયોગ તમને મળશે.

લગ્ન જીવન 

આ વર્ષે મકર 2025 રાશિફળ મુજબ લગ્ન જીવન ના લોકોની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત તમારા માટે કમજોર રહેશે.સાતમા ભાવમાં વર્ષ ની શુરુઆત માં મંગળ મહારાજ પોતાની નીચ રાશિ કર્ક માં બિરાજમાન થશે અને દ્રાદશ ભાવમાં સુર્ય મહારાજ સ્થિતિ હશે જેનાથી તમે અને તમારા જીવનસાથી ની વચ્ચે ટકરાવ થઇ શકે છે.તમારી બંને ની વચ્ચે ક્રોધ માં વધારો સબંધ ને બગાડી શકે છે.આવી સ્થિતિ માં પરિવાર વાળા એ હસ્તસેપ કરવો જરૂરી થઇ જશે અને ત્યારેજ તમારો સબંધ બચી શકશે.ધીરે ધીરે તમારી વચ્ચે ની સમસ્યા ઓછી થશે.જયારે મંગળ મહારાજ જુલાઈ ના મહિનામાં તમારા નવમા ભાવમાં પ્રવેશ કરશે,ત્યારે તમારા લગ્ન જીવનની સમસ્યાઓ ઓછી થશે અને ત્યારે તમે સમજી શકશો કે તમારી બંને ની વચ્ચે જે કઈ પણ ચાલી રહ્યું છે એ ગ્રહો ની ચાલ નું પરિણામ છે.આવી સ્થિતિ માં તમારે તમારા જીવનસાથી સાથે બહુ વધારે સમય,સ્નેહ,અને પ્રેમ આપવો જોઈએ.એમની વાતો ને સાંભળવી અને સમજવી જોઈએ,ત્યારે તમે એક સારા લગ્ન જીવન નું સુખ મેળવી સાક્સો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

પ્રેમ જીવન 

આ વર્ષે મકર 2025 રાશિફળ (Makar 2025 Rashifad) તમારા પ્રેમ જીવન માટે એ ભવિષ્યવાણી કરે છે કે વર્ષ ની શુરુઆત તમારા પ્રેમ જીવન માટે બહુ સારી રેહવાની છે.વર્ષ ની શુરુઆત માં પાંચમા ભાવમાં ગુરુ મહારાજ નું બિરાજમાન થવું અને પાંચમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ ના બીજા ભાવમાં હોવું,તમારા પ્રેમ જીવનને પુષ્પિત અને પલ્લવિત કરશે.તમે બંને એકબીજા પ્રત્ય આકર્ષણ મહેસુસ કરશો.એકબીજા ની વાતો ને સમજશો.એકબીજા નું સમ્માન વધારશો અને પરિવારના લોકો સાથે માંડ્યા પછી તમારા સબંધ ને સમ્માન વધશે અને એકબીજા પ્રત્ય સમર્પણ ની ભાવના વધશે.તમારી ઈચ્છા હોય તો વર્ષ ની વચ્ચે એકબીજા સાથે લગ્ન કરવાનો વિચાર બનાવી શકો છો.આ વર્ષે વધારે મોટી ચુનોતીઓ તમારા સબંધ માં નથી દેખાઈ રહી પરંતુ માર્ચ માં છેલ્લે જયારે શનિ મહારાજ ત્રીજા ભાવમાં આવીને પાંચમા ભાવને જોશે ત્યારે વારંવાર તમારા પ્રેમ ની પરીક્ષા થશે.એવામાં જો તમે તમારા સબંધ માં સાચા છો તો તમારો પ્રેમ પરવાના ચડશે અને તમારા પ્રેમ જીવનમાં સફળતા મળશે.

ઉપાય

  • શુક્રવાર ના દિવસે સફેદ કલર ની ગાય ને ચણા ની દાળ ખવડાવો.
  • નાની છોકરીઓ ને પગે લાગીને આર્શિવાદ લ્યો અને એમને સફેદ કલર ની કોઈ વસ્તુ ભેટ માં આપો. 
  • શનિ દેવ ના બીજ મંત્ર નો જાપ કરવો તમારા માટે સૌથી વધારે ઉપયોગી રહેશે.
  • ખાસ સમસ્યા થવાથી રુદ્રાભિષેક પુરો કરાવો.આનાથી બધીજ સમસ્યાઓ પુરી થશે.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહો. આભાર !

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો 

1. વર્ષ 2025 માં મકર રાશિના લોકોનો સારો સમય ક્યારે આવશે? 

મકર રાશિના લોકો માટે વર્ષ 2025 ની શુરુઆત થી લઈને વર્ષ ની વચ્ચે સુધી નો સમય બહુ સારો રહેવાના સંકેત આપી રહ્યું છે. 

2. મકર રાશિની સમસ્યા ક્યારે દુર થશે? 

શનિ ગોચર થી મકર રાશિ વાળા પર સાડાસાતી નું ત્રીજું એટલે છેલ્લું ચરણ ચાલુ થઇ ગયું છે.મકર રાશિ વાળા ને સાડાસાતી થી મુક્તિ 29 માર્ચ 2025 માં મળશે.

3. 2025 માં મકર રાશિ નું પ્રેમ જીવન કેવું રહેશે?

વર્ષ 2025 પ્રેમ ના સંદર્ભ માં અનુકુળ સાબિત થશે.આ વર્ષે તમારો પ્રેમ ખીલશે અને તમે તમારા જીવનસાથી સાથે ખુશનુમા સમય પસાર કરતા નજર આવશો.

More from the section: Horoscope 3956
Buy Today
Gemstones
Get gemstones Best quality gemstones with assurance of AstroCAMP.com More
Yantras
Get yantras Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Navagrah Yantras
Get Navagrah Yantras Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Rudraksha
Get rudraksha Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Today's Horoscope

Get your personalised horoscope based on your sign.

Select your Sign
Free Personalized Horoscope 2024
© Copyright 2024 AstroCAMP.com All Rights Reserved