• Talk To Astrologers
  • Brihat Horoscope
  • Ask A Question
  • Child Report 2022
  • Raj Yoga Report
  • Career Counseling
Personalized
Horoscope

મિથુન 2025 રાશિફળ માં જાણો તમારું ભવિષ્ય અને આ રાશિના લોકોના હાલ

Author: Vijay Pathak | Last Updated: Fri 2 Aug 2024 4:09:27 PM

એસ્ટ્રોકૅમ્પ માં મિથુન 2025 રાશિફળ ખાસ રૂપથી મિથુન રાશિના લોકો માટે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં આ જાણવા મળશે કે વર્ષ 2025 માં મિથુન રાશિના લોકોના જીવનમાં ક્યાં-ક્યાં બદલાવ આવવાના છે.આની સાથે જોડાયેલી સટીક ભવિષ્યવાણી તમને વાંચવાથી મળશે.આ રાશિફળ 2025 પુરી રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત છે અને વર્ષ 2025 દરમિયાન અલગ-અલગ ગ્રહો ની સ્થિતિ,ગ્રહોના ગોચર અને ગ્રહ ગણતરી ના આધારે તમારા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે.ચાલો જાણીએ કે વર્ષ 2025 માં મિથુન રાશિના લોકોનું જીવન કઈ રીતે બદલાવ વાળું મહેસુસ કરશે.

મિથુન 2025 રાશિફળ

દુનિયાભર ના વિદ્વાન જ્યોતિષ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

મિથુન 2025 રાશિફળ (Mithun 2025 Rashifad) મુજબ મિથુન રાશિના લોકોના જીવનમાં ક્યાં પ્રકારના બદલાવ વર્ષ 2025 માં આવવાના છે,આ બધુજ ધ્યાન માં રાખીને ચાલો વિસ્તાર થી જાણીએ કે મિથુન રાશિફળ અને જાણીએ તમારા જીવનના હાલ.

Click here to read in English: Gemini 2025 Horoscope

આર્થિક જીવન 

જો આર્થિક દ્રષ્ટિકોણ થી જોઈએ તો મિથુન રાશિફળ એ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે આ વર્ષ તમારા માટે મિશ્રણ પરિણામ લઈને આવશે.વર્ષ ની શુરુઆત માં ગુરુદેવ ગુરુ મહારાજ તમારી રાશિ માંથી દ્રાદશ ભાવમાં બિરાજમાન થઈને તમારા ખર્ચ વધારશે.મંગળ મહારાજ બીજા ભાવમાં સ્થિત થઈને આવક માં વધારો કરશે અને શનિ મહારાજ નવમા ભાવથી એકાદશ ભાવ ઉપર નજર નાખશે જે તમારા આવક ના સાધનો માં વધારો કરશે પરંતુ માર્ચ ના મહિનામાં શનિ મહારાજ દસમા ભાવમાં આવીને દ્રાદશ ભાવને જોશે જેનાથી તમારા ખર્ચ ઓછા થશે અને ગુરુ મહારાજ મે ના મહિનામાં તમારા પેહલા ભાવમાં આવી જશે.આ સમય આર્થિક સ્થિતિ ને મજબુત કરવાવાળો હશે અને ધીરે-ધીરે વર્ષ 2025 તમને આર્થિક લાભ આપશે.રાહુનું નવમા ભાવમાં આવવાથી લાંબી યાત્રાઓ નો યયોગ બનશે જેની ઉપર ખર્ચ થશે,પરંતુ આનાથી તમને સુખ પણ મળશે અને તમે ખુશ રેહશો.

हिंदी में यहां पढ़ें- मिथुन 2025 राशिफल

આરોગ્ય

આ વર્ષે મિથુન 2025 રાશિફળ મુજબ આ વર્ષ તમારા આરોગ્ય માટે વર્ષ ની શુરુઆત માં થોડું કમજોર રહેશે કારણકે રાશિ સ્વામી બુધ નું છથા ભાવમાં હોવાથી આરોગ્ય સમસ્યાઓ વધી શકે છે.એના પછી સાતમા અને આઠમા ભાવમાં પણ બુધ નો ગોચર આરોગ્ય ની દ્રષ્ટિકોણ થી કમજોર રહેશે.ઉપર થી બીજા ભાવમાં મંગળ મહારાજ અને દ્રાદશ ભાવમાં ગુરુ મહારાજ નું હોવાથી આરોગ્ય સમસ્યાઓ તમને તમારી પકડ માં લઇ શકે છે.એટલા માટે થોડી સાવધાની જરૂર રાખો.પરંતુ સારી વાત એ છે કે શનિ મહારાજ વર્ષે ના અંતે દસમા ભાવમાં આવી જશે અને ગુરુ મહારાજ તમારા પેહલા ભાવમાં ચાલ્યો જશે જેનાથી આરોગ્ય સમસ્યાઓ માં કમી આવશે.તમારે તમારા આરોગ્ય નું તેલ વાળી વસ્તુઓ થી પણ ધ્યાન રાખવું જોઈએ કારણકે આનાથી મોટાપા ની સમસ્યા વધી શકે છે અને તમે મધુમેહ જેવી સમસ્યાઓ નો શિકાર પણ થઇ શકો છો.તમારે તમારી દિનચર્યા ને દુરસ્ત બનાવી જોઈએ અને તંદુરસ્ત રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.

રાજયોગ રિપોર્ટ: જાણો સંપત્તિ અને સમૃદ્ધિ તમને ક્યારે આશીર્વાદ આપશે!

કારકિર્દી

મિથુન રાશિફળ મુજબ જો તમારા કારકિર્દી ની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત માં રાહુ મહારાજ દસમા ભાવમાં હશે અને સુર્ય મહારાજ સાતમા ભાવમાં રહેશે જેનાથી વેપારમાં સારી સફળતા મળવાના યોગ બની રહ્યા છે.સાતમા ભાવ અને દસમા ભાવ નો સ્વામી ગુરુ મહારાજ વર્ષ ના અંત સુધી તમારા દ્રાદશ ભાવમાં રહેશે જેનાથી વિદેશી વેપારી સબંધ મજબુત થશે અને આનાથી તમારા વિદેશ વેપારમાં તમને સફળતા ના યોગ મળતા દેખાશે.નોકરી કરતા લોકોને પણ કામકાજ માટે એક જગ્યા એ થી બીજી જગ્યા એ યાત્રા કરવી પડી શકે છે.એના પછી શનિ મહારાજ તમારા દસમા ભાવમાં આવી જશે જેનાથી આખું વર્ષ તમારે કઠિન મેહનત કરવા માટે તૈયાર રેહવું પડશે.પરંતુ સારી વાત એ છે કે જેટલી મેહનત તમે કરશો એ મેહનત નું એટલું ફળ તમને મળશે અને સફળતા મળશે.છતાં પણ એ કહેવામાં આવે છે કે આ વર્ષે તનતોડ મેહનત કરવા માટે તમારે તૈયાર રેહવું જોઈએ.ગુરુ મહારાજ પેહલા ભાવમાં બેસીને કામમાં સફળતા આપવાનું કામ કરતા રહેશે.

શિક્ષણ

મિથુન રાશિના વિદ્યાર્થી વર્ગ ની વાત કરીએ તો મિથુન રાશિફળ મુજબ વર્ષ ની શુરુઆત તમારા માટે અનુકુળ રહેશે.તમને ઉચ્ચ શિક્ષણ માં બહુ સફળતા મળવાના યોગ બની રહ્યા છે.તમે જ્યાં પણ અભ્યાસ કરી રહ્યા છો ત્યાં તમારું પ્રદશન બહુ સારું રહેશે.સામાન્ય વિદ્યાર્થીઓ ને પણ પોતાની મેઘના મુજબ અનુકુળ પરિણામ મળશે.પરંતુ વર્ષ ની શુરુઆત માં મંગળ મહારાજ ની નજર પાંચમા ભાવ ઉપર હોવાથી વચ્ચે-વચ્ચે કંઈક બાધાઓ આવી શકે છે.એના પછી જયારે મે ના મહિનામાં જયારે દેવગુરુ ગુરુ તમારીજ રાશિમાં પ્રવેશ કરશે તો ત્યાંથી તમારા પાંચમા,સાતમા અને નવમા ભાવને જોશે જેનાથી શિક્ષણ સાથે જોડાયેલી સમસ્યાઓ દુર થઇ જશે અને તમે કુશળ વિદ્યાર્થી ના રૂપમાં પોતાની જગ્યા બનાવા માં સફળ થશો.તમને શિક્ષણ માં દરેક જગ્યા એ સફળતા મળશે.તમે કંઈક નવો અભ્યાસ કરવાનું પણ પસંદ કરશો.એની સાથે તમને ગુરુઓ નું માર્ગદર્શન મળશે જેનાથી તમે સફળતા મેળવા ના રસ્તા માં આગળ વધશો.

પારિવારિક જીવન 

આ વર્ષે મિથુન 2025 રાશિફળ મુજબ વર્ષ 2025 તમારા પારિવારિક જીવન માટે શુરુઆત માં કઠિન રહેશે.ચોથા ભાવમાં કેતુ અને દસમા ભાવમાં રાહુ મહારાજ નું હાજર હોવાના કારણે પરિવાર નું સુખ ઓછું મળશે અને પરિવાર ની વચ્ચે અંદર-અંદર અશાંતિ અને સંતુલન ની ભાવના તમને પરેશાન કરી શકે છે.આટલુંજ નહિ,વર્ષ ની શુરુઆત માં મંગળ મહારાજ પણ તમારા બીજા ભાવમાં કર્ક રાશિમાં હશે જે એમના માટે નીચ રાશિ છે,એવા માં,ખોટા વચન અને ખોટી વાતચીત ના કારણે અંદર-અંદર તણાવ અને ટકરાવ ની સ્થિતિ બની શકે છે.પરંતુ મે ની વચ્ચે જયારે રાહુ મહારાજ તમારા નવમા ભાવમાં અને કેતુ મહારાજ તમારા ત્રીજા ભાવમાં ચાલ્યા જશે,ત્યારે આ પરિસ્થિતિઓ માં કમી આવશે.પરિવાર નો માહોલ શાંતિપુર્ણ બનશે.બહી-બહેન સાથે તમારા સબંધ ધીરે-ધીરે મીઠા થશે.પરંતુ એમને થોડી સમસ્યાઓ થઇ શકે છે એટલે તમારે એમની મદદ કરવી જોઈએ.આ વર્ષે ખાસ કરીને પિતાજી ના આરોગ્ય નું ખાસ ધ્યાન રાખો.

લગ્ન જીવન 

આ વર્ષે મિથુન 2025 રાશિફળ મુજબ જો તમે એક શાદીશુદા વ્યક્તિ છો તો વર્ષ ની શુરુઆત તમારા માટે થોડી કમજોર રેહવાની છે કારણકે સાતમા ભાવમાં સુર્ય મહારાજ તમારા જીવનસાથી ના મનમાં અહમ ની ભાવના વધારશે,જે તમારા બંને ની વચ્ચે તણાવ અને ટકરાવ ની સ્થિતિ ઉભી કરી શકે છે પરંતુ ફેબ્રુઆરી મહિના પછી ધીરે-ધીરે સ્થિતિઓ માં સુધારો આવશે.તમારે પણ કડવી ભાષા બોલવાથી બચવું પડશે,નહીતો સ્થિતિઓ દિવસે દિવસે ઉલ્ટી થઇ શકે છે.સાતમા ભાવનો સ્વામી દેવગુરુ ગુરુ વર્ષ ની શુરુઆત માં દ્રાદશ ભાવમાં રહેશે જેનાથી જીવનસાથી સાથે ધાર્મિક કામમાં ભાગ લેવો અને ધાર્મિક યાત્રાઓ નો યોગ બનશે.એના પછી જયારે દેવગુરુ ગુરુ મે મહિના પછી તમારીજ રાશિમાં પ્રવેશ કરશે તો ત્યાંથી તમારા સાતમા ભાવને જોશે જેનાથી લગ્ન જીવનમાં પ્રેમ ની ભાવના વધશે.સબંધ મધુર બનશે.અંદર ની શાંતિ સારી રહેશે અને તમને બાળક ને લગતી સુચનાઓ પણ મળશે જે તમારા માટે સુખદ સાબિત થશે.આજ રીતે આ વર્ષ તમને લગ્ન જીવનમાં સંતુષ્ટિ આપશે.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

પ્રેમ જીવન

આ વર્ષે મિથુન 2025 રાશિફળ (Mithun 2025 Rashifad) મિથુન રાશિના લોકો માટે એ ભવિષ્યવાણી કરે છે કે વર્ષ 2025 ની શુરુઆત તમારા પ્રેમ સબંધ માટે અનુકુળ રહેશે.પાંચમા ભાવ નો સ્વામી શુક્ર મહારાજ વર્ષ ની શુરુઆત માં તમારા નવમા ભાવમાં રહેશે જેનાથી દરેક દિવસે પ્રેમ વધશે.તમારી વચ્ચે નજદીકી વધશે.તમે તમારા જીવનસાથી ની સાથે દુર દુર ની જગ્યા એ ખુબસુરત જગ્યા એ ફરવા માટે નીકળશો અને એકબીજા સાથે વધારેમાં વધારે સમય પસાર કરશો.એના પછી મે મહિનામાં જયારે ગુરુ મહારાજ તમારી રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાંથી તમારા પાંચમા ભાવને જોશે ત્યારે તમારો પ્રેમ વધશે.એકબીજા ઉપર વિશ્વાસ વધશે,અને તમે એકબીજા ને વધારે ભાવ આપશો.આ વર્ષે તમારા પ્રેમ લગ્ન નો યોગ બનવાનો છે એટલા માટે તમે જેને પ્રેમ કરો છો એમને તમારા પ્રેમ ની ઑફર આપશો તો તમારો રસ્તો સાફ થઇ જશે અને તમે ખુશી-ખુશી તમારા પ્રેમ ના બંધન માં બંધાઈ શકો છો.

ઉપાય

  • તમારે બુધવાર ના દિવસે સાબુત મૂંગ ની દાળ તમારા હાથે ખવડાવી જોઈએ. 
  • સારી ગુણવતા વાળો પન્ન પથ્થર ચાંદી ની વીંટી માં તમારી કનિષ્ટક આંગળીમાં બુધવાર ના દિવસે પેહરવાથી તમને લાભ થશે.
  • શનિવાર ના દિવસે અપંગ વ્યક્તિને ભોજન કરાવાથી તમારા અટકેલા કામ પુરા થશે અને તમને સફળતા મળશે. 
  • શુક્રવાર ના દિવસે માતા મહાલક્ષ્મી ના મંદિર માં લાલ ગુડહલ ના ફુલ ચડાવાથી તમને આર્થિક સમૃદ્ધિ માં લાભ થશે.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહેવા માટે આભાર !

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો 

2025 મિથુન રાશિ વાળા માટે કેવું સાબિત થશે?

મિથુન રાશિના લોકોને વર્ષ 2025 માં જીવનમાં અલગ અલગ મોર્ચે અનુકુળ પરિણામ મળવાની સંભાવના છે. 

2025 માં મિથુન રાશિ માટે કયો મહિનો શુભ રહેશે?

માર્ચ નો મહિનો મિથુન રાશિના લોકો માટે ઘણી રીતે અનુકુળ રહેશે. 

મિથુન રાશિફળ મુજબ આ રાશિ વાળા નું આરોગ્ય કેવું રહેશે?

આરોગ્ય ના સંદર્ભ માં મિથુન રાશિના લોકો નું વર્ષ 2025 મિશ્રણ પરિણામ આપવાવાળું રહેશે. 

More from the section: Horoscope 3948
Buy Today
Gemstones
Get gemstones Best quality gemstones with assurance of AstroCAMP.com More
Yantras
Get yantras Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Navagrah Yantras
Get Navagrah Yantras Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Rudraksha
Get rudraksha Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Today's Horoscope

Get your personalised horoscope based on your sign.

Select your Sign
Free Personalized Horoscope 2024
© Copyright 2024 AstroCAMP.com All Rights Reserved