• Talk To Astrologers
  • Brihat Horoscope
  • Ask A Question
  • Child Report 2022
  • Raj Yoga Report
  • Career Counseling
Personalized
Horoscope

તુલા 2025 રાશિફળ માં જાણો તમારું ભવિષ્ય અને આ રાશિના લોકોના હાલ

Author: Vijay Pathak | Last Updated: Fri 2 Aug 2024 4:35:43 PM

એસ્ટ્રોકૅમ્પ દ્વારા પ્રસ્તુત આ લેખ તુલા 2025 રાશિફળ માં તમને એ જાણવા મળશે કે વર્ષ 2025 દરમિયાન તુલા રાશિના લોકોના જીવનમાં ક્યાં-ક્યાં બદલાવ આવવાની સંભાવના છે.એ બદલાવો સાથે જોડાયેલી બધીજ સટીક જાણકારી તમને આ રાશિફળ 2025 માં જાણવા મળશે.આ તુલા રાશિફળ ખાસ રૂપે વૈદિક જ્યોતિષ પર આધારિત છે અને વર્ષ 2025 દરમિયાન અલગ અલગ ગ્રહો ની ચાલ,ગ્રહોના ગોચર અને ગ્રહ નક્ષત્ર ની સ્થિતિ,વગેરે ની ગણતરી કર્યા પછી તૈયાર કરવામાં આવ્યું છે.ચાલો જાણીએ કે વર્ષ 2025 માં તુલા રાશિના લોકોના જીવનમાં અલગ અલગ વિભાગ સાથે જોડાયેલા બદલાવો નો સામનો કરવો પડી શકે છે.

તુલા 2025 રાશિફળ

દુનિયાભર ના વિદ્વાન જ્યોતિષ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

તુલા રાશિફળ (Tula 2025 Rashifad) મુજબ ક્યારે-ક્યારે તમારા જીવનમાં શું થશે,તમારા નિજી જીવન અથવા તમારા વેવસાયિક જીવનમાં ક્યાં પ્રકારના બદલાવ આવશે,એ બધીજ જાણકારી મેળવા માટે ચાલો હવે આગળ વિસ્તાર થી જાણીએ કે આ વર્ષ તુલા રાશિના લોકો માટે કેવું સાબિત થવાનું છે.

Click here to read in English: Libra 2025 Horoscope

આર્થિક જીવન 

જો તુલા રાશિના લોકોના જીવન ની વાત કરીએ તો તુલા 2025 રાશિફળ તમારા માટે એ ભવિષ્યવાણી કરે છે કે આ વર્ષે આર્થિક રૂપથી તમારે થોડી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.આ વર્ષે મિશ્રણ પરિણામ લઈને આવશે.વર્ષ ની શુરુઆત માં કેતુ દ્રાદશ ભાવમાં હશે અને ગુરુ આઠમા ભાવમાં હશે જેનાથી આર્થિક ચુનોતીઓ વધશે.તમારા ખર્ચ માં બહુ તેજી થી વધારો જોવા મળશે અને તમને થોડી પરેશાની પણ થશે પરંતુ માર્ચ ના અંત માં શનિ મહારાજ છથા ભાવમાં આવીને દ્રાદશ ભાવને જોશે જેનાથી ખર્ચ માં વધારો થવાના યોગ બની શકે છે.પરંતુ સારી વાત એ હશે કે રાહુ મહારાજ મે ના મહિનામાં તમારા પાંચમા ભાવમાં આવશે અને કેતુ એકાદશ ભાવમાં છતાં ગુરુ પણ મે ના મહિનામાં તમારા નવમા ભાવમાં આવી જશે જેનાથી તમારા ખર્ચ માં કમી આવશે.આવક માં વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે.આ રીતે વર્ષ નું ઉત્તરાધ તમારા માટે આર્થિક રીતે શસ્ક્ત રેહવાની સંભાવના કહેવામાં આવી રહી છે અને એમાં તમને નફો પણ મળી શકે છે.

हिंदी में यहां पढ़ें- तुला 2025 राशिफल

આરોગ્ય

આ વર્ષે તુલા 2025 રાશિફળ મુજબ આ વર્ષ આરોગ્યના દ્રષ્ટિકોણ થી ઉતાર-ચડાવ થી ભરેલું રહેવાનું છે.વર્ષ ની શુરુઆત માં રાશિ સ્વામી શુક્ર,શનિ મહારાજ ની સાથે પાંચમા ભાવમાં હશે.છથા ભાવમાં રાહુ,આઠમા ભાવમાં ગુરુ,દસમા ભાવમાં નીચ રાશિ નો મંગળ અને દ્રાદશ ભાવમાં કેતુ આરોગ્ય ને કમજોર બનાવાની બહુ કોશિશ કરશે જેનાથી આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરશે.પેટ સાથે જોડાયેલા રોગ,લીવર સાથે જોડાયેલી સમસ્યા અને આંખ અને પગ માં સમસ્યા થઇ શકે છે.વર્ષ ના ઉત્તરાધ માં શનિ છથા ભાવમાં રહેશે અને રાહુ પાંચમા ભાવમાં છતાં ગુરુ નવમા ભાવમાં આવીને આરોગ્ય ને મજબુતી આપશે.તમારે તમારી ભુલના કારણે બીમાર થવાનો સામનો કરવો પડી શકે છે એટલા માટે પોતાની ભુલો થી બચો.બહાર નું ખાવાનું ખાવાથી બચો.વધારે તળેલી વસ્તુઓ નહિ ખાવ અને સંતુલિત ભોજન કરો.આનાથી તમે વર્ષ ના ઉત્તરાધ માં સારી સ્થિતિ માં આવી જશો અને તમારી આરોગ્ય સમસ્યા માં કમી આવશે.

રાજયોગ રિપોર્ટ: જાણો સંપત્તિ અને સમૃદ્ધિ તમને ક્યારે આશીર્વાદ આપશે!

કારકિર્દી

તુલા રાશિફળ મુજબ જો તમારી કારકિર્દી ની વાત કરીએ તો નોકરિયાત લોકોને વર્ષ ની શુરુઆત માં થોડી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.નીચ રાશિ નો થઈને મંગળ દસમાં ભાવમાં તમને કોઈપણ કારણ વગર કાર્યક્ષેત્ર માં લોકો થી ઉલજવું પડશે જેનાથી ઝગડો થઇ શકે છે અને જેની તમારી કારકિર્દી ઉપર ઉલ્ટી અસર થઇ શકે છે એટલા માટે તમારે સમજવું પડશે.એના પછી જયારે જુન થી જુલાઈ ની વચ્ચે મંગળ મહારાજ તમારા એકાદશ ભાવમાં જશે,ત્યારે તમારા વરિષ્ઠ અધિકારીઓ નું સાનિધ્ય તમને મળશે અને નોકરીમાં તમારી સ્થિતિ સારી થઇ જશે.આ વર્ષ ની વચ્ચે નોકરી બદલવામાં સફળતા મળી શકે છે.વેપાર કરતા લોકો વચ્ચે આ વર્ષે શુરુઆતી સમય તનાવપૂર્ણ રહેશે.તમારી અને તમારા ભાગીદાર વચ્ચે ભાગીદારી વધી શકે છે.કહાસુની થઇ શકે છે પરંતુ વર્ષ નો ઉત્તરાધ અપેક્ષા મુજબ અનુકુળ રહેશે.વેપારમાં ઉલ્લેખનીય પ્રગતિ જોવા મળી શકે છે.આ વર્ષે તમે તમારા વેપાર માટે નવી તકનીક ની પણ શોધ કરશો જેનાથી તમને ફાયદો થશે.

શિક્ષણ

તુલા રાશિના વિદ્યાર્થીઓ ની વાત કરવામાં આવે તો તુલા 2025 રાશિફળ મુજબ વર્ષ ની શુરુઆત તમારા માટે કઠિન રહેશે.તમારા કામો માં વારંવાર બાધાઓ આવશે.તમે જે વાંચવા માંગશો એની ઉપર તમારું ધ્યાન નહિ લાગે એટલે તમારે તમારી એકાગ્રતા ને વધારવી જોઈએ.તમારી એકાગ્રતા શક્તિ જેટલી સારી હશે એટલુંજ તમને શિક્ષણ માં અભ્યાસ કરવા ઉપર મન લાગશે.મહિનાના ઉત્તરાધ માં જયારે મે માં રાહુ પાંચમા ભાવમાં આવશે,ત્યારે તાર્કિક શક્તિ થી ભરેલો રહેશે.સોચ વિચાર કરવાની શક્તિ વધારે સારી થઇ જશે ગુરુ મહારાજ મે ના મહિનામાં તમારા નવમા ભાવમાં જશે જેનાથી ઉચ્ચ શિક્ષા ના વિદ્યાર્થીઓ ને ખાસ લાભ મળશે.આ લોકો પોતાની જગ્યા એ ખાસ ઉન્નતિ મેળવી શકશે.પ્રતિયોગી પરીક્ષા માટે આ વર્ષ બહુ સારું છે.તમને તમારી મેહનત મુજબ સારી સફળતા માટે સારા યોગ બની રહ્યા છે જેનાથી તમારું કોઈ સરકારી ઓફિસ માં સિલેકશન થઇ શકે છે.વિદેશ જઈને અભ્યાસ કરવા માંગો છો તો એના માટે કઠિન મેહનત કરવા માટે તૈયાર રેહવું પડશે.

પારિવારિક જીવન 

તુલા રાશિફળ મુજબ વર્ષ 2025 તમારા પારિવારિક જીવન માટે મધ્યમ રેહવાની સંભાવના છે.વર્ષ ની શુરુઆત માં ભાઈ-બહેનો સાથે પ્રેમ પુર્ણ વેવહાર રહેશે.એ તમારો સાહસ બનશે.એની સાથે મળીને તમે ઘણા બધા કામ કરશો.નીચ રાશિ નો મંગળ મહારાજ દસમા ભાવમાં બેસીને ચોથા ભાવને જોશે જેનાથી પારિવારિક જીવનમાં થોડા લડાઈ-ઝગડા કે કહાસુની ની સ્થિતિ આવી શકે છે.પિતાજી નું આરોગ્ય બગડી શકે છે.ચોથા ભાવ નો સ્વામી શનિ મહારાજ વર્ષ ની શુરુઆત માં પાંચમા ભાવમાં રહેશે,ત્યાં સુધી પરિવારમાં પ્યાર ખાસ રૂપે જોવા મળશે પરંતુ એના પછી માર્ચ ના અંત સુધી એ છથા ભાવમાં ચાલ્યો જશે જેનાથી પારિવારિક અસુવિધા વધી શકે છે,આપસી અસંતુલન વધી શકે છે.એકબીજા સાથે પ્રેમ ની ભાવના માં કમી આવી શકે છે એટલે પરિવારની જીમ્મેદારીઓ ને સમજો.પિતૃ ની સંપત્તિ મળવાનો યોગ આ વર્ષે બની શકે છે.પરિવારમાં શાંતિપુર્ણ સ્વભાવ બનાવી રાખવાથી અને પરિવારને ખાસ લાભ મળી શકે છે.વર્ષ નો ઉત્તરાધ તમારા માટે ખાસ અનુકુળ રહી શકે છે.

લગ્ન જીવન 

આ વર્ષે તુલા 2025 રાશિફળ (Tula 2025 Rashifad) મુજબ શાદીશુદા લોકોની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત કઠિન રહેશે.તમારી અને તમારા જીવનસાથી વચ્ચે તણાવ વધી શકે છે.કહાસુની થવી,ઝગડા,વગેરે ની નોબત આવી શકે છે.દ્રાદશ ભાવમાં કેતુ મહારાજના કારણે આપસી સબંધો માં પ્રગાઢતા ની કમી હશે અને મધુર સબંધ નહિ રહે.અષ્ટમ ભાવમાં દેવગુરુ ગુરુ સસુરાલ ના લોકો સાથે સારો વેવહાર કરવાવાળો બનાવશે.તમારા સસુરાલ માં કોઈ મેહમાન આવવાથી એટલેકે કોઈના લગ્ન થવા અથવા કોઈનો જન્મ થવાના કારણે પુજા પાઠ,ઉત્સવ નો માહોલ રહેશે જેમાં તમને પણ શરીફ થવાનો મોકો મળશે.મે ના મહિનામાં જયારે દેવગુરુ ગુરુ નવમા ભાવમાં આવીને તમારી રાશિને જોશે,ત્યારે તમારી નિર્ણય આવડત મજબુત થશે જેનો લાભ ઉઠાવીને તમે પોતાના લગ્ન જીવનને વધારે સારું બનાવા માં સફળ થશો.આ વર્ષે તમારા જીવનસાથી ના માધ્યમ થી જુલાઈ થી ઓગષ્ટ ની વચ્ચે મળવાનો યોગ બની રહ્યો છે.તમારા લગ્ન જીવન નું ધ્યાન રાખો અને કોઈ બહાર ની વ્યક્તિને એમાં હસ્તસેપ નહિ કરવા દો.એનાથી તમને ફાયદો મળશે.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

પ્રેમ જીવન 

આ વર્ષે તુલા 2025 રાશિફળ ભવિષ્યવાણી કરે છે કે વર્ષ ની શુરુઆત માં તમને તમારા પ્રેમ જીવનમાં મિશ્રણ પરિણામ મળશે.શનિ મહારાજ અને શુક્ર મહારાજ બંને પાંચમા ભાવમાં રહેશે જેનાથી તમારા પ્યાર ની પરીક્ષા થશે.તમારી વચ્ચે રુમાનિયત તો વધશે,એકબીજા સાથે રોમાન્સ કરવાનો મોકો મળશે પરંતુ આ શનિ મહારાજ એ પણ જોશે કે તમે સબંધ માં કેટલા ઈમાનદાર અને સાચા છો.જો તમે સાચા છો તો તમને આ વર્ષે તમારા જીવનસાથી નો પાકો સાથ મળશે.એમને તમે પ્રસ્તાવ આપી શકો છો જેનાથી તમને ફાયદો થશે અને તમારા પ્રેમ લગ્ન પણ થઇ શકે છે.આ રીતે વર્ષ નો પૂર્વાધ તમારા માટે બહુ અનુકુળ રહેશે.વર્ષ ના ઉત્તરાધ માં થોડી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.જુન થી જુલાઈ ની વચ્ચે મંગળ ની દ્રષ્ટિ પાંચમા ભાવ ઉપર હોવાથી સબંધ માં ઝગડા,વગેરે ની સ્થિતિ બની શકે છે.પરંતુ આ વર્ષે એક વાત સારી રહેશે કે તમે જયારે તમારા દિલ ની વાત તમારા જીવનસાથી ને કેહવા માંગશો ત્યારે એ તમારા માટે હાજર રહેશે અને તમારી વાત સાંભળવાનો અને સમજવાની કોશિશ કરશે જેનાથી તમારા સબંધ સારા ચાલશે.

ઉપાય

  • શુક્રવાર ના દિવસે સફેદ કલર ના ઘોડા ને ચણા ની દાળ ખવડાવો એ તમારા માટે સારું રહેશે. 
  • તમારા માટે સ્ફાટિક ની માળા પહેરવી બહુ સારું રહેશે.
  • બુધવાર ના દિવસે ગાય માતા ને લીલું ઘાસ અથવા પાલક ખવડાવો જેથી તમારી બધીજ બાધાઓ દુર થશે.
  • તમારે છક્કાઓ અને નાની છોકરીઓ પાસેથી આર્શિવાદ લેવા જોઈએ.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહો. આભાર !

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો 

1. 2025 માં તુલા રાશિના લોકોનું ભવિષ્ય કેવું હશે?

વર્ષ 2025 તુલા રાશિના લોકો માટે વધારે સારું નહિ રહે.તમારે આર્થિક,આરોગ્ય,કારકિર્દી મોર્ચે પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે. 

2. 2025 માં તુલા રાશિના લોકોને પૈસા ની પ્રાપ્તિ ક્યારે થશે?

મે 2025 ના મહિનામાં તમારા ખર્ચ માં કમી આવશે.આવકમાં વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે.

3. તુલા રાશિના લોકોનું નસીબ ક્યારે ચમકશે?

મે 2025 પછી તુલા રાશિના લોકોને અલગ અલગ જગ્યા એ શુભ પરિણામ મળી શકે છે.

More from the section: Horoscope 3953
Buy Today
Gemstones
Get gemstones Best quality gemstones with assurance of AstroCAMP.com More
Yantras
Get yantras Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Navagrah Yantras
Get Navagrah Yantras Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Rudraksha
Get rudraksha Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Today's Horoscope

Get your personalised horoscope based on your sign.

Select your Sign
Free Personalized Horoscope 2024
© Copyright 2024 AstroCAMP.com All Rights Reserved